રાવ સમાજ ગુજરાત રોયલ ભાટવાસ ટીમનો ભવ્ય વિજય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-30 12:29:42
  • Views : 370
  • Modified Date : 2019-12-30 12:29:42

ડીસાના સ્પોટ્‌ર્સ ક્લબ ખાતે અખિલ રાવ સમાજની ઇષ્ઠષ્ઠpઙ્મ -૫ ફાઇનલ મેચ સવારે ૧૧.૦૦ શરૂ થઈ હતી. જેમાં ટોસ જીતીને  સિવેરા ટીમે ફિલ્ડિંગનો ફેંસલો કરેલ. જ્યારે ગુજરાત રોયલ ભાટવસે બેટિંગની પસંદગી કરી રમતમાં ઉતરતા ૧૬ ઓવરની રમતમાં ૧૫૦ રન કર્યા હતા. જ્યારે ફિલ્ડિંગ કરતી સિવેરા ટીમે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરતા ૯ વિકેટો ઝડપી હતી. જ્યારે રનચેજ માટે સિવેરા ટીમ બેટિંગમાં ઉતરતા ૮ વિકેટો પડી અને છેલ્લા બોલ સુધી ૧૪૨ રન બનાવતા અંતે સિવેરા રાજને હારનો સામનો કરવો પડયો હતો. આમ બને ટીમોએ અંતિમ બોલ સુધી મેચને જીતવાના મરણનીયા પ્રયાસો કર્યા હતા. જેમાં ગુજરાત રોયલ ભાટવાસના અંતિમ ઓવર નાંખતા ખેલાડી દર્શન રાવ ઉપર મદાર આખી જીતનો રહ્યો હતો અને સિવેરા ટીમને ૬ બોલમાં ૧૨ રન કરવાના હતા. પણ માત્ર ૬ બોલમાં ૪ રન કરતા કારમી હારનો સામનો સિવેરાએ કર્યો હતો. ત્યારે બાદ વિજ્યોત્સવની ઉજવણીમાં ગુજરાતભરમાંથી આવેલા યુવા ધન નાચી ઉઠયા હતા. જ્યારે આ ટુર્નામેન્ટમાં બેસ્ટ બોલર, બેટ્‌સ બેટમેન, બેસ્ટ ફિલ્ડર બેસ્ટ કીપર અને બેસ્ટ પ્રેક્ષક તમામને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા અને વિજેતા ટીમ ગુજરાત રોયલ ભટવાસને ૩૫૦૦૦ હજાર અને ટ્રોફી અને તમામ ખેલાડીઓને સ્મૃતિ ચિન્હ આપી સન્માનિત કર્યા હતા. જ્યારે રનરઅપ સિવેરા ટીમને પણ ૨૫૦૦૦ રોકડા ટ્રોફી, અને તમામ ખેલાડીઓનું સ્મૃતિ ચિન્હ આપી સન્માનિત કર્યા હતા. આ આખી ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાવ સમાજના યુવાનો વડીલોએ તન મન અને ધનથી પ્રતિયોગીતામાં ખેલદિલીથી સહભાગી થાય હતા.
ખેલના સમાપન સમારોહ પ્રસંગે રાવ સમાજના પ્રથમ આઈ.પી.એસ. કમલકિશોર રાવ, બી.એસ.એફ.કમાન્ડર દાંતીવાડા, ડીસાના ધારાસભ્ય શશિકાન્ત પંડયા, રાવ સમાજના પ્રમુખ દલપતજી વિશેષ ઉપસ્થિત રહી તમામ યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જ્યારે ષ્ઠિષ્ઠpઙ્મ ના પ્રમુખ વિક્રમસિંહ રાવ અને તેમની ટીમ સતત ઉપસ્થિત રહી હતી.  ડીસા રાવ સમાજની ટીમ પ્રમુખ જબ્બરસિંહ રાવ, ઉપ પ્રમુખો પીયુષ રાવ, મનોજ રાવ, મંત્રી અમરાતજી રાવ, ખજાનચી ભરતભાઈ રાવ (શિક્ષક), શહ ખજાનચી પ્રવિણ રાવ (શિક્ષક ) ચેતનજી રાવ, કિરણજી રાવ, જબબસિંહ અસોદાર સહિતના સમાજ બંધુઓ ભારે જહેમત ઉઠાવી હતી.
જ્યારે આ ઇષ્ઠષ્ઠpઙ્મ -૫ ના સંયોજક કિશોરભાઈ રાવ (ધાનેરા) તેમજ મહાદેવજી રાવ (ઇન્દ્રમાણાં) સહ સંયોજક વિનોદભાઈ રાવ અને સમાજના ભામાંશાહોએ પણ ભારે જહેમત અને ઉદાર હાથે દાન ટુનામેન્ટ માટે આપ્યું હતું. જેમાં ડીસા સ્પોટ્‌ર્સ કલબના ઉછામણી શંભુજી ભીખાજી રાવ ડીસા અને ટ્રોફીની ઉછામણી શંકરજી રાવ રાજસ્થાન, તેમજ ભોજનના દાતા ડાહ્યાભાઈ રાવ રણાવાસવાળાઓએ લાભ લીધી હતી. તેમજ અન્ય દાતાઓએ પણ પોતાની યથા શક્તિ દાન આપી આ ટુર્નામેન્ટનું સફળ અયોજન પાર પાડયું હતું.  


Download Our B K News Today App



Related News