દર ચોમાસે હજારો રોપાઓનું વૃક્ષારોપણ કરવા છતાં અમીરગઢ વિસ્તારના જંગલોમાં માત્ર ગાંડા બાવળનું સામ્રાજ્ય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-15 11:48:42
  • Views : 416
  • Modified Date : 2020-06-15 11:48:42

જંગલ વિસ્તારના
પહાડોમાંથી ઝરણાઓ દ્વારા નદીઓમાં વહી જતા હજારો લીટર ક્યુસેક પાણીને જંગલખાતા દ્વારા નાના બંધ બાંધી જંગલની જમીનમાં રોકી લેવામાં આવે તો જંગલ વિસ્તારમાં બાવાળોની જગ્યાએ ડ્રિપ પદ્ધતિ અપનાવી બાગાયતી ખેતી અને કિંમતી લાકડું ધરાવતા વૃક્ષોનુ વાવેતર કરવામાં આવે તો વન્ય જીવોને ખોરાક પાણીની સાથે સરકારી તિજોરીમાં કરોડોની આવક ઉભી કરી શકાય તેમ છે. જો કે આ બાબતે સરકાર અને જંગલખાતું જાગૃકતા દાખવે તે જરૂરી છે.
અમીરગઢ વિસ્તારના જંગલોમાં દિવસે દિવસે ગાંડા બાવળે જંગલ અને ગૌચરની જમીનમાં દાટ વાળી દીધો છે જેના કારણે જંગલની જમીનમાં અનેક જાતના ઘાસની જાતો, વૃક્ષો, વેલાઓ નાશ પામ્યા છે, દેશી કુળના અણમોલ વૃક્ષો, વેલા, છોડ, અને વનસ્પતિઓને ઉગવાની જગ્યા જ બચી નથી જેના કારણે અણમોલ વનસ્પતિઓ લુપ્ત થઈ ગઈ છે, જેથી જંગલખાતા અને સરકાર દ્વારા ગાંડા બાવળને દૂર કરી તેની જગ્યાએ દેશી અને કિંમતી વૃક્ષોના વાવેતરનું ક્રાંતિકારી
 પગલું ભરવામાં આવે તો જંગલોમાંથી આવકના વધુમાં વધુ સ્ત્રોત ઉભા કરી
લોકકલ્યાણ  અને રાષ્ટ્રહિતના અનેક કામો થઈ શકે તેમ છે. જોકે  સરકાર દ્વારા આ બાબતને ધ્યાને લેવામાં આવે તો આ મુદ્દાને શક્ય બનાવી શકાય તેમ છે.

Download Our B K News Today App



Related News