થરાદ નગરપાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને છવ્વીસ કરોડ તેતાલીશ લાખનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-06 11:05:28
  • Views : 303
  • Modified Date : 2021-03-06 11:05:28

થરાદ નગરપાલિકામાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકાના પ્રમુખ જાનકીબેન ઓઝા ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂતના અધ્યક્ષ સ્થાને મળેલી સભામાં ૨૦૨૧ ના વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું. જેમાં તમામ નગરપાલિકાના સભ્યોની હાજરીમાં બજેટ ચેરમેને બજેટ વાંચી સંભળાવ્યું અને તમામ સભ્યોની સર્વાનુમતે બજેટની મંજુરી આપવામાં આવી તેમજ નગરપાલિકા પ્રમુખ જાનકીબેન ઓઝાએ જણાવ્યું કે ૨૦૨૧નું બજેટ થરાદ શહેરના વિકાસ માટે રજૂ કરવામાં આવ્યું છે. તેમજ ભૂગર્ભ ગટર, રસ્તાઓ, દિવાબતી વિવિધ વિસ્તારોમાં વિકાસના કામો કરવામાં આવશે તેમજ નગરપાલિકાના વોર્ડ નંબર-૫ ના સભ્ય સુમિત્રાબેન દવેએ મફ્ત પ્લોટ ચડાવવા માટે રજૂઆત કરી હતી. તેમજ જેહાભાઈ હડીયલે થરાદ વિસ્તારમાં આવેલા ખેડૂતો જેમની પાસે સાત બાર છે તેવા વાડા અને  બોવાડા  નગરપાલિકામાં ચડાવવા માટે રજૂઆત કરી હતી. તેમજ સામાન્ય સભામાં ચીફ ઓફિસર પંકજ બારોટ, પ્રમુખ જાનકીબેન ઓઝા, ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત, દિપકભાઈ ઓઝા, હરેશભાઈ ભીલ, જશીબેન નાઈ, મણીબેન માળી તેમજ તમામ સભ્યો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News