બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસામાં બટાટાના વાવેતરમાં નુકશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-22 12:11:39
  • Views : 8553
  • Modified Date : 2021-02-22 12:11:39

ગયા વર્ષે સારો ભાવ મળવાને લીધે ખેડૂતોએ આ વર્ષે બટાટાનું બમ્પર વાવેતર કર્યું હતું. જાેકે ગઈ સાલે ખેડૂતોને ખેતરમાં બસોથી અઢીસો રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો. ત્યારબાદ સ્ટોરમાં પણ ખેડૂતો અને વેપારીઓને બટાટાનો સારો ભાવ જળવાઇ રહેતાં ખુશી જાેવા મળી હતી. પરંતુ ચાલુ વર્ષે ખેડૂતોને ફરીથી સારો ભાવ મળશે તેવી આશા સાથે ખૂબ મોટું વાવેતર કર્યું હતું. તેમજ આ વર્ષે બટાટાનું બિયારણ એક બેગના ૨૩૦૦  થી ૨૫૦૦ રૂપિયા હોવા છતાં ખેડૂતોએ સારા ભાવની આશા સાથે બમ્પર વાવેતર કર્યૂ હતું.
પરંતુ ગઈ સાલ કરતાં આ વર્ષે બટાટાના ખુબ જ ભાવ ઓછો છે. મોંઘા ભાવનું બિયારણ લાવી વાવેતર કરેલ હોવાને લઈને આ વર્ષે ૧૫૦ થી ૧૭૦ રૂપિયા ૨૦ કિલોના મળી રહ્યા હોવાથી ખેડૂતોને કઈ જ પરવડે તેમ નથી. જેથી બટાટા રાતા
પાણીએ રોવડાવે  તેવી સ્થિતિ છે મોંઘી દવાઓ અને ખાતરના લીધે બટાટાના વાવેતરનો ખર્ચ ખૂબ વધુ થાય છે. ત્યારે બટાટા નગરી તરીકે ઓળખાતી ડીસા નગરી ફરીથી ખેડૂતોને મોટું નુકસાન કરે તેવું દેખાઈ રહ્યું છે.

Download Our B K News Today App



Related News