બનાસકાંઠા જિલ્લામાં બટાકાના ભાવો તળીયે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-10 11:51:34
  • Views : 347
  • Modified Date : 2021-03-10 11:51:34

બટાકા નગરી તરીકે ઓળખાતી ડીસામાં બટાકાનું  મોટું ઉત્પાદન થાય છે ડીસાના બટાટા આખા દેશમાં વખણાય છે પરંતુ આ વર્ષે ખેડૂતોને મોટા પ્રમાણના વાવેતર સામે ભાવો ઘટી ગયા છે. મોટી મોટી વાતો કરતી સરકાર ૨૦૨૨ સુધી ભાવો ડબલ કરવાને બદલે ગયા વર્ષ કરતા આ વર્ષે અડધા ભાવો પણ નથી મળી રહ્યા. આ વર્ષે બટાકાના બિયારણનો ભાવ ૨૩૦૦ થી ૨૫૦૦ સુધી  તેમજ લોકલ બિયારણનો ભાવ ૧૮૦૦ રૂપિયા રહેલો હતો. તેની સામે ખેડૂતોને ૨૦૦ રૂપિયા ભાવ મળે તો તેને બિયારણના ખર્ચમાં સરભર થાય તેમ છે. તેની જગ્યાએ હાલમાં તો દિવસેને દિવસે ભાવ ઘટતા જાેવા મળી રહ્યા છે હાલમાં ખેડૂતોને ખેતરમાં  માત્ર ૧૦૦ થી ૧૨૦ રૂપિયાના ભાવ મળી રહ્યા છે.જેમાં આ વર્ષ ખેડૂતો માટે કપરું સાબિત થયું છે. મોંઘા ભાવના બિયારણ અને મોંઘી દવાઓ ના કારણે ખેડૂત દેવાદાર બની રહેતો અટકાવવા માટે સરકાર ખેડૂતો પાસેથી બટાકા ટેકાના ભાવે ખરીદી કરે તેવી ખેડૂતોની માંગ છે.

Download Our B K News Today App



Related News