જુલાઈ -ઓગસ્ટ માસમાં ૨૦ થી ૨૨ રૂપિયાનો ભાવ મળી રહ્યો છે બટાકામાં તેજીના ટકોરા ૮૦ કિલોના રૂ.૧૮૦૦

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-08 10:48:20
  • Views : 713
  • Modified Date : 2020-08-08 10:48:20

બટાટા નગરી ડીસાના ખેડૂતો અને વેપારીઓના ચહેરા પર ઘણા સમય બાદ બટાટાની બિલ્ટીનો ભાવ ૧૬૦૦ થી ૧૮૦૦ રૂપિયા પાર જતાં ખુશી જોવા મળી રહી છે. કારણકે છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતો મંદી નો માર ઝીલી રહ્યા હતા. હવે બટાટાના ભાવમાં તેજીનો તોખર જોવા મળી રહ્યો છે.
સમગ્ર ગુજરાતમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી બટાટા ના ભાવ દિનપ્રતિદિન તળિયે જતા બટાટા પક્વનાર ખેડૂતો અને વેપારીઓ દેવાદાર બની ગયા છે. ત્યારે ચાલુ સાલે થાકેલા ખેડૂતો બટાટા નું વાવેતર ઘટાડી દેતા ઉત્પાદન ઘટ્યું છે. સાથે લોકડાઉન ના કારણે નોનવેજ ખાનાર લોકો પણ વેજ તરફ વળ્યા છે. જેના કારણે ભાવ હાલ આસમાને પહોચ્યા છે.હાલ એટલેકે જુલાઈ અને ઓગષ્ટ ની શરૂઆતમાં કોલ્ડસ્ટોરેજમાં પડેલ બટાટા ના ભાવ પ્રતિ કિલો ૧૬ થી ૨૦માં વેચાઈ રહ્યા છે. તો સારા ક્વોલિટીવાળા બટાટા ૨૦ થી ૨૩ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહયા છે. જે બીલટી ના ભાવ રૂ. ૧૬૦૦ થી ૨૦૦૦ રૂપિયા થઈ રહ્યા છે. આ ભાવ ખેડૂત અને વેપારીને વર્ષો બાદ મળી રહ્યા છે.વેપારીઓ નું કહેવું છે કે વાવેતર ઘટ્યું અને માંગ વધી એટલે ભાવ વધ્યા છે તો કોલ્ડસ્ટોરેજ એસો.ના ચેરમેન નું માનવું છે કે સ્ટોક ઘટ્યોછે સાથે લોકડાઉન આવતા નોનવેજ ખાનારા વેજ તરફ વળ્યાં છે. જેથી પણ ભાવ વધ્યા છે.સાથે જુલાઈ-ઓગસ્ટમાં ઐતિહાસિક ભાવ પહેલી વાર મળી રહ્યા છે.અને આવનાર સમયમાં હજુ પણ માર્કેટ સુધરે તેવું લાગે છે.
ગુજરાતમાં હાલ કોલ્ડસ્ટોરેજ માં ૪૦ ટકા સ્ટોક પડેલ છે. અને જે સ્ટોક આમ તો સામાન્ય ગણાય સાથે જુલાઈ અને ઓગસ્ટમાં આ ભાવ પ્રથમ વખત આવતા ખેડૂત અને વેપારીના ચહેરા પર ચમક જોવા મળી રહી છે.


બટાટાનો પ્રમાણસરનો સ્ટોક
 ગુજરાતમાં ખાવાના બટાટાનો સ્ટોક હવે એક કરોડ કટ્ટા કરતાં પણ ઓછો છે. જેમાં પ્રમાણસર જ કહી શકાય. જ્યારે જાન્યુઆરી સુધી ચાલતો બટાટાનો સ્ટોક ચાલતો હતો, તે હવે નવેમ્બર- ડિસેમ્બર સુધી ચાલી શકે તેમ છે. જેથી બટાકાના ભાવ હજુ પણ વધી શકે તેવું અનુમાન થઈ રહ્યું છે.
- ગણપતલાલ કચ્છવા,(ચેરમેન કોલ્ડસ્ટોરેજ એસો.બનાસકાંઠા)

Download Our B K News Today App



Related News