ગુજરાતના ખેડૂતો પર માંડ્યો એક કરોડનો દાવો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-26 06:39:03
  • Views : 669
  • Modified Date : 2019-04-26 06:39:57

કોલ્ડ ડ્રિંક્સ, ચીપ્સ વગેરે બનાવતી બહુરાષ્ટ્રીય કંપની પેપ્સિકોએ કેટલાક ગુજરાતી ખેડૂતો પર દાવો કર્યો છે. પેપ્સિકોએ બટાકાની ખેતી કરતા ખેડૂતો પર આરોપ મૂક્યો છે કે તેઓ એ પ્રકારનું ઉત્પાદન કરી રહ્યા હતા, તેના પર લેઝ ચિપ્સ અને કંપનીના કોપિરાઇટ થયેલા છે. આ કિસ્સામાં આજે અમદાવાદ કોર્ટમાં સુનાવણી થઇ છે. જેમાં પેપ્સિકોએ આ કેસમાં નુકસાન માટે 1 કરોડનું વળતર માંગવાની માંગ કરી છે. પેપ્સીકોએ ગુજરાતના 4 ખેડૂતો સામે એક એક કરોડનો દાવો કર્યો છે. પેપ્સીકોએ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના ચાર ખેડૂતો સામે કેસ કર્યો છે. જેમાં ખેડૂતો પર પેપ્સીકોએ આક્ષેપ કર્યો છે કે, પેપ્સીકોના નામે રજીસ્ટર્ડ થયેલા બટાકાની વિશિષ્ટ જાતને ઉગાડી આ ખેડૂતો કોપિરાઇટના કાયદાનો ભંગ કરી રહ્યા છે. પેપ્સીકોએ દાવો કર્યો છે કે, પેપ્સીકોની સબસિડરી બ્રાન્ડ ‘લેસ’ ચિપ્સના ઉત્પાદનમાં જાણીતું નામ છે. ચિપ્સના ઉત્પાદન માટે બટાકાની એફ.સી. -5 તરીકે ઓળખાતી ખાસ હાઇબ્રીડ જાત 2૦૦1માં રજીસ્ટર્ડ કરાવી હતી.આ જાતના બટાકા ખેડૂતો ઉગાડી તેમના આઇ.પી.આર.નો ભંગ કરી રહ્યા છે. અને કાયદાનો ભંગ કરી બટાકા બજારમાં વેચી પણ રહ્યા છે. પેપ્સીકોએ આ અંગે કોર્ટમાં પુરાવા પણ રજૂ કર્યા છે. પેપ્સીકોની કોર્ટ સમક્ષ માગણી હતી કે, જો એફ.સી.-5 બટાકાના ઉત્પાદન અને વેચાણ પર તાત્કાલિક પણે સ્ટે નહીં ફરમાવાવમાં આવે તો કંપનીને મોટું નુકસાન જશે. તેની જવાબદારી આ ખેડૂતોની રહેશે.આ ઉપરાંત દરેક ખેડૂત પાસેથી વળતર પેટે રૂપિયા એક કરોડ વસૂલવામાં આવે. ત્યારે કોર્ટે કંપનીની રજૂઆતને ધ્યાને લઇ કોર્ટ કમિશનરની નિમણૂક પણ કરી છે. કોર્ટ કમિશનર આ વિવાદનો અભ્યાસ કરી બટાકાના સેમ્પલ શિમલા સ્થિત લેબોરેટરીમાં મોકલશે. ત્યાર પછી જ જે નિર્ણય આવશે તેના પર આ મામલે આગળ નિર્ણય લેવામાં આવશે.

Download Our B K News Today App



Related News