ડીસામાંથી વિદેશી દારૂ ભરેલી ઈનોવા ગાડી પકડતી એલ.સી.બી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-13 11:15:04
  • Views : 722
  • Modified Date : 2019-07-13 11:15:04

ડીસા દક્ષિણ પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી ઇનોવા ગાડી  એલ.સી.બી.બનાસકાંઠાએ ઝડપી પાડી હતી.
બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુલે  જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા  પી.એલ. વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેકટર તથા એ.એ.ચૌધરી એલ.સી.બી. ના માર્ગદર્શન મુજબ સ્ટાફના પ્રવિણસિંહ, નરેશભાઈ, દિગ્વિજયસિંહ, જયપાલસિંહ, લક્ષમણસિંહની ટીમ ડીસા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન બાતમી હકીકત આધારે ડીસા ઇસ્કોન મોલ પાસે ઇનોવા ગાડી  નં. જીજે ૦૧ એચકે - ૧૦૭૦ પકડી જે ગાડીમાં જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૯૫ કિં.રૂ ૭૯૪૬૦/-નો તથા ૩ મોબાઈલ કિં.રૂ.૭૫૦૦/- ગાડી કિં.રૂ. ૨,૦૦,૦૦૦/- એમ કુલ મુદામાલ કિં.રૂ.૨,૮૬,૯૬૦/- મળી આવેલ તેમજ ગાડીનો ચાલક પ્રતિક રણમલભાઈ વાઢીયા રહે.ટીબાવાડી ઉદયનગર જૂનાગઢ વાળો પકડાઈ જઇ ગુનો કરેલ હોઈ ડીસા દક્ષિણ પો.સ્ટે. પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News