ગાંધીનગરના મુખ્ય માર્ગો પર નાંખેલા બેરીકેટ રેડિયલ સિગ્નલ પોઇન્ટ બની રહ્યા છે અકસ્માતનું કારણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-23 13:29:48
  • Views : 244
  • Modified Date : 2021-07-23 13:29:48

       ગાંધીનગરના મુખ્ય રોડ રસ્તામાં હવે છેલ્લા દોઢ વર્ષ ઉપરથી સિગ્નલ મુકવામાં આવ્યા છે. ગાંધીનગરમાં સવાર સાંજે ટ્રાફિક થતું હોવાથી આ સિગ્નલ મુકવામાં આવ્યા છે. ત્યારે સિગ્નલ પોઇન્ટની બાજુમાં ડાબી સાઈડ જવાના રસ્તા પર વચમાં ફાઇબરના બેરીકેટ રેડિયલ સિગ્નલ મુકવામાં આવ્યા છે. જેથી ડાબી સાઈડ જવાનો રસ્તો ક્લિયર છે તે રીતના સાઈડ સિગ્નલ પ્લાસ્ટિક ફાઇબર મટિરિયલના રોડ પર મુકવામાં આવતા હોય છે. જે નિશાન માટે ૩ ફૂટના સિગ્નલ તો મુક્યા છે. પરંતુ રાત્રી દરમિયાન બેરીકેટ રેડિયલ દેખાતા જ નથી. જેથી આવતા જતા વાહનો ખાસ કરીને ટુ વ્હિલર ઘણી વાર ત્યાં ટક્કર ખાઈને લોકો પડી જતા બનાવ બન્યા છે. ઘ રોડ સિગ્નલ પોઇન્ટ હોય કે ચ રોડ કે પછી ગ રોડ આ તમામ જગ્યાઓના સિગ્નલ પોઇન્ટ પર રોડ પર મુકવામાં આવતા બેરીકેટ રેડિયલ પોઇન્ટ પર ત્યાં આ પ્લાસ્ટિક ફાઇબરના રેડિયલ ટુટેલા જાેવા મળ્યા છે.  તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો થાય છે.  આ જ્યાં બેરીકેટ રેડિયલ સિગ્નલ મુક્યા છે. તે રાત્રી દરમિયાન નથી દેખાતા ત્યારે અવારનવાર અકસ્માતોનો ભોગ બનતા લોકોને સલામત રાખવાએ પણ તંત્રની જવાબદારી છે.  ત્યારે આવા બેરીકેટ રેડિયલ સિગ્નલો ફરી વાર નવેસરથી લગાવીને ખાસ રાત્રી દરમિયાન દેખાય તેવા સ્પષ્ટ હોવા જાેઈએ. જાે તંત્ર આ કામગીરી ઝડપથી આવરી લેશે તો લોકોના અકસ્માત થતા અટકશે

Download Our B K News Today App



Related News