ડીસામાં ફૂડ વિભાગનો દરોડો, બ્રાન્ડેડ કંપનીના સેમ્પલ લેવાયાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-24 11:34:00
  • Views : 472
  • Modified Date : 2020-06-24 11:34:00

ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડો પડ્‌યો હતો. જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ દ્વારા શહેરના લાઠી બજાર વિસ્તારમાં આવેલી જતિન ટ્રેડિંગ નામની પેઢીમાં દરોડો પાડીને જાણીતી ત્રણ
કંપનીઓના સેમ્પલ લઈને
પરીક્ષણ અર્થે વડોદરા મોકલી આપવામાં આવ્યા હતા.
ઉત્તર ગુજરાતનું વેપારી મથક ડીસા ખાદ્ય ચીજવસ્તુની નકલી બનાવટને લઈ કુખ્યાત થયેલુ શહેર છે. ડીસામાંથી જાણીતી કંપનીના ખાદ્ય
પદાર્થોનું ધૂમ ડુપ્લિકેટિંગ થતું હોવાની વારંવાર ફરિયાદો ઉઠતી હોય છે. જેને પગલે બનાસકાંઠા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ડીસા શહેરમાં ઓચિંતી તપાસ માટે પહોંચી ગયું હતું.
ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ડીસા શહેરના લાઠી બજાર વિસ્તારમાં આવેલી જતિન ટ્રેડિંગ નામની પેઢી પર દરોડો પાડીને તિરૂપતિ, ફોર્ચ્યુન અને એમ.એ.પી. બ્રાન્ડની
કંપનીના ખાદ્યતેલના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે વડોદરા મોકલવામાં આવ્યા હતા. ત્યારે ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ દ્વારા ઓચિંતી તપાસથી તેલના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં નકલી ખાદ્ય ચીજ વસ્તુનું ધૂમ ઉત્પાદન થતું હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ચાલતી અન્ય તેલ મિલો પરથી પણ ફૂડના
સેમ્પલ લેવામાં આવે તો તેલમાં ચાલતા નકલી ગોરખધંધાને ખુલ્લો પાડી શકાય તેમ છે.

Download Our B K News Today App



Related News