બનાસકાંઠામાં ૨૮ લાખ પશુને બારકોડેડ કડી લગાવવાનું શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-08 10:59:06
  • Views : 469
  • Modified Date : 2020-11-08 10:59:06

 બનાસકાંઠા જિલ્લામાં
પશુપાલન વિભાગ અને બનાસ ડેરીના સહયોગથી ૨૮ લાખ પશુઓને બારકોડેડ કડી લગાવવાનો ખાસ ઝુંબેશ હાથ ધરાઇ છે. રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તમામ ગાય અને ભેંસોને બાર કોડેડ કરી કડી લગાવી આ તમામ પશુઓની ઓનલાઈન નોંધણી કરવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લામાં
પશુપાલન વિભાગ દ્વારા
પશુઓનું ટેગિંગ હાથ ધરવામાં આવ્યું છે. પશુપાલન વિભાગે બનાસ ડેરીના સહયોગથી ૨૮ લાખ જેટલાં પશુઓને બારકોડેડ કડી લગાવવા ખાસ ઝુંબેશ હાથ ધરી છે. ભારત સરકારના રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તમામ ગાય અને ભેંસ વર્ગના પશુઓને બારકોડેડ કડી લગાવી ટેગિંગ કરાશે. ખાસ કરીને ખરવા મુવાસા અને બ્રુસેના નામના રોગ પર નિયંત્રણ માટે રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા બનાસ ડેરીના સહયોગથી બનાસકાંઠા જિલ્લાના અંદાજીત ૨૮ લાખ જેટલાં ગાય, ભેંસ વર્ગના પશુઓને ટેગિંગ ની કામગીરી આગામી ૩૧ ડિસે.'૨૦ સુધીમાં પૂર્ણ કરાશે.
પશુ ઓળખની નોંધણી ૈંદ્ગછઁૐ સોફ્ટવેરમાં કરવામાં થશે.જેના થકી ભવિષ્યમાં પશુ ઉત્પાદન, આરોગ્ય અને રોગ અટકાયતી પગલાંની માહિતી અપડેટ થશે. તેમજ
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પશુ પેદાશોના પોષણક્ષમ ભાવો સાથે નિકાસ
પણ સહેલાઈથી થશે, જેનો લાભ પશુપાલકોને મળશે. આ કામગીરીમાં અત્યારે બનાસકાંઠા જિલ્લા પશુપાલન વિભાગની ૯૦ ટીમો કામે લાગી છે. જ્યારે બનાસડેરીના ૧૧૦૦ જેટલા કર્મચારીઓ પણ આ કામગીરીમાં જોડાયા છે. અને માઈક્રો પ્લાનીંગ દ્વારા આ
પશુઓના ટેગીંગની કામગીરી થશે . ત્યારે કોઇપણ પશુ આ બાર કોડેડ ની પ્રક્રિયામાં રહી ન જાય તે માટે બનાસકાંઠા જિલ્લા નાયબ પશુપાલન નિયામકે
પશુપાલકોને અનુરોધ કર્યો છે.

Download Our B K News Today App



Related News