ધાનેરા તાલુકા પંચાયતની કચેરીમાં જ બારે મેઘા ખાંઘા જેવો માહોલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-27 12:06:13
  • Views : 360
  • Modified Date : 2020-08-27 12:06:13

ધાનેરા તાલુકા પંચાયતનું મકાન વર્ષો જુનુ હોવાના કારણે ખંડેર બની જવા પામ્યુ છે. તમામ રૂમમાં ધાબામાંથી પાણી ટપકતુ હોવાના લીધે એક પણ કર્મચારી
પોતાના ટેબલ ઉપર બેસી શકે તેમ પણ નથી અને તમામ રેકર્ડ પણ આ પાણીમાં પલળી જવાની તે નષ્ટ થઇ રહ્યુ છે. તો તે રેકર્ડ માટે યોગ્ય જગ્યા શોધવામાં આવે તે જરૂરી છે.
ધાનેરા તાલુકામાં નજીવો વરસાદ પડે ત્યારે તાલુકા પંચાયત કચેરીમાં એકપણ કર્મચારી બેસવા લાયક રહેતા નથી. તમામ રૂમમાં ધાબામાંથી એટલી હદે પાણી ટપકે છે કે જાણે “બારે મેઘા ખાંઘા” જેવો માહોલ હોય છે. તેમાં કર્મચારીઓના ટેબલ ઉપર જ
પાણી ટપકવાના કારણે બેસી પણ શક્તા નથી. તેમજ તમામ રેકર્ડ
પણ પાણીથી પલળતા હોવાથી જે તે વિભાગ દ્વારા પ્લાટીક ઢાંકીને રાખવામાં આવી રહ્યા છે. ધાનેરા તાલુકા પંચાયતનુ મકાન વર્ષો જુનુ હોવાથી તેની અવધી પુરી થવા છતાં સરકાર દ્વારા ધાનેરા ખાતે તાલુકા પંચાયતનું મકાન બનાવવામાં આવતુ નથી તેના કારણે તમામ કર્મચારીઓ અને આવનાર લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. હાલમાં એક પણ એવો રૂમ નથી કે જ્યાં બેસીને કર્મચારીઓ કામ કરી શકે. તેમજ આ વરસાદના કારણે ઇલેક્ટ્રીક ઉપકરણોમાં પાણી ભરાવાના કારણે તે બળી જાય છે. અવારનવાર ધડાકાઓ થવાથી કોમ્પ્યુટરો પણ અનેકવાર બળી જવા પામ્યા છે. તો ધાનેરા તાલુકા પંચાયતની કચેરી તાત્કાલિક ધોરણે અન્ય જગ્યાએ ખસેડવામાં આવે અને જે તમામ રેકર્ડ છે તે પણ પાણીમાં ન પલળે તેવી જગ્યાએ રાખવાની તંત્ર દ્વારા તજવીજ હાથ ધરવાની
જરૂરીયાત છે.

 ધાબા ઉપર રીનોવેશન માટે નક્કી કરાયુ છે
થોડા સમય પહેલા સાધારણ સભામાં વરસાદી પાણી કચેરીના રૂમમાં ન આવે તે માટે ધાબા ઉપર રીનોવેશન માટે નક્કી કરવામાં આવ્યુ છે અને વરસાદ થોડો બંધ થાય ત્યારે આ કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવનાર છે. તેમજ જે રેકર્ડ છે તે પણ તમામ સાખાઓને પોતાની રીતે પ્લાસ્ટીક ઢાંકીને રાખવા માટે પણ સુચના આપવામાં આવી છે.
- આર.એચ.પટેલ (તા.વિ.અ.)

Download Our B K News Today App



Related News