પાલનપુર માર્કેટયાર્ડમાં સેબીના વિરોધમાં બારદાનની હોળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-04 12:19:57
  • Views : 454
  • Modified Date : 2019-10-04 12:19:57

એન.સી.ડી.એક્સ. અને સેબીએ દેશના મોટા મિલરો સાથે મળીને કોમોડિટી વાયદા વેપારમાં માર્જિનનો ગભરાટ ફેલાવી એરંડાનો ભાવ ગગડાવી દીધો હોવાના આક્ષેપ સાથે
પાલનપુર માર્કેટયાર્ડમાં ગુરુવારે ખેડૂતોએ બરદાનની હોળી કરતાં ઉત્તેજના પ્રસરી જવા પામી હતી.
એન.સી.ડી.એક્સ. અને સેબીએ દેશના મોટા મિલરો સાથે મળીને કોમોડિટી વાયદા વેપારમાં માર્જિનનો ગભરાટ ફેલાવી એરંડાનો ભાવ ગગડાવી દીધો હોવાના આક્ષેપ સાથે
પાલનપુર માર્કેટયાર્ડમાં ગુરુવારે ખેડૂતોએ બરદાનની હોળી કરતાં ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. આ અંગે વેપારીઓએ ઉગ્ર આક્રોશ સાથે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, એન.સી.ડી.એકસ અને સેબીએ એક અઠવાડિયામાં એરંડાના ભાવ ૧૧૩૦ થી ૮૦૦ કરી દીધા છે. મોટા મિલરો સાથે મળીને કોમોડિટી વાયદા વેપારમાં માર્જિનનો ગભરાટ ફેલાવી એરંડાનો ભાવ ગગડાવી દીધો છે. બંને સંસ્થાઓ ચોર હોવાથી તેેમના ઉપર પ્રતિબંધ લાવીને સરકાર યોગ્ય પગલાં લે તેવી ખેડૂતોની માંગ છે. ગત વર્ષે  એરંડાનો ભાવ ૧૧૦૦ થી ૧૨૦૦ હતો.


Download Our B K News Today App



Related News