થરાદ ખાતે નાઈ સમાજની બેઠક : હેર સલૂનના ભાવોમાં વધારો કરવા વિચારણા

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-12 11:48:36
  • Views : 246
  • Modified Date : 2022-10-12 11:48:36

    થરાદ બળીયા હનુમાન ખાતે ગુજરાત નાઈ સમાજના પ્રમુખ આંબાભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને હેર સલૂન નાઈ એસોસિયેશન થરાદની બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં હેરસલૂનનું કામ કરતા નાઈ સમાજના યુવાનો અને વડીલો હાજર રહ્યા હતા. તેમજ છેલ્લા બે વર્ષની કોરાનાની મહામારીમાં ધંધા ભાગી પડ્યા હતા. તેમજ એક બાજુ મોંઘવારીએ માઝા મૂકી છે, ત્યારે હેર સલુનના કારીગરોને હવે જૂના ભાવોમાં કામ કરવુ  પોસાતું નથી. જેને ધ્યાને લઈને આ બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવ વધારા અંગે ચર્ચા વિચારણા તેમજ પ્રમુખ આબાભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ નવા ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. વર્તમાન પ્રમુખની ટર્મ પૂરી થતાં નવા એસોસિયેશનના પ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં થરાદના દિનેશભાઈ મફતલાલ નાઈની સર્વાનુમતે નવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. તેમજ નવા ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. તેમજ આ બેઠકમાં પ્રમુખ આંબાભાઈ સોલંકીએ  સૂચન કર્યું હતું. થરાદમાં જેટલી દુકાનો આવેલી છે, ત્યાં દરેક દુકાનો ઉપર એક નાઈ સમાજના સંકુલનું કામ ચાલુ રહ્યું છે તેના ફંડફાળા માટે એક બોક્સ મૂકવામાં આવશે. અને દર મહિને તે બોક્સમાં જે રકમ જમા થશે તે નાઈ સમાજના નવા બનેલા સંકુલના કામમાં ઉપયોગ લેવાશે. જે બધાએ સર્વનુમતે  નક્કી કર્યું અને તે અમલમાં કરવામાં આવ્યું હતું.  જેમાં આ કાર્યક્રમમાં સમાજના પ્રમુખ આંબાભાઈ સોલંકી, દેવશીભાઈ હરજીભાઈ, શંકરલાલ કાનજીભાઈનવા ચૂંટાયેલા પ્રમુખ દિનેશભાઈ સહિત તમામ લોકો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News