માઉન્ટમાં તાપમાન ગગડી એક ડીગ્રી ઃ બરફથી જામવા માંડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-22 11:59:30
  • Views : 374
  • Modified Date : 2020-11-22 11:59:30

રાજસ્થાના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં શિયાળાની ઠંડીનો પારો ગગડી એક ડીગ્રી પહેંચ્યો છે. જેના કારણે
વાહનોના કાચ અને મેદાની વિસ્તારમાં ઘાસ ઉપર આછા બરફની પરત જામવા માંડી છે. પ્રવાસીઓ ઠંડીની મઝા માણી રહ્યાં છે. તો સ્થાનિક લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લેતા નજરે પડ્યાં હતા.
દિવાળીના મહોત્સવની સિઝનમાં રાજસ્થાનનું એક માત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ પ્રવાસીઓથી ઉભરાઈ ગયું છે. હાલમાં કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે. છતાં પ્રવાસીઓ
બિન્દાસ પણે પોતાના વાહનોમાં માઉન્ટ આબુનો લુફત ઉઠાવવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતા. અંદાજે પાંચ હજારથી વધૂ વાહનામાં પ્રવાસીઓ માઉન્ટ આબુ પહોંચતા હોટલ માલિકોના ચહેરા ઉપર પણ ખુશીની લહેર જાેવા મળી હતી. શુક્રવારની રાત્રિ મોસમની ઠંડી રાત્રિ બની રહી હતી. છેલ્લા ચાર દિવસથી ઠંડીનો પારો ગગડી રહ્યો છે. ત્યારે ન્યૂનતમ તાપમાન એક ડીગ્રી પહોંચ્યું છે. જેને લઈને પાર્ક કરવામાં આવેલી કારના કાચ અને
મેદાની વિસ્તારના ઘાસમાં આછા-તાપળા બરફના પરત જામવા માંડી હતી. જેને લઈને પ્રવાસીઓમાં ખુશીની લહેર પ્રસરી હતી. જ્યારે લોકો શિયાળાની ઠંડીથી બચવા ઠેર-ઠેર તાપણાંનો આશરો લેતા જાેવા મળ્યાં હતા. જ્યારે
સ્થાનિક લોકો અને પર્યટકો ગરમ કપડાંમાં લપેટાયેલા જાેવા મળ્યા હતા. ઠંડીનું જાેર
વધવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.

Download Our B K News Today App



Related News