ડીસામાં બરફ વર્ષાથી ભારે નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-18 07:00:46
  • Views : 486
  • Modified Date : 2019-04-18 07:00:46

બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે થયેલી ભારે બરફ વર્ષાને પગલે ખેતીમાં તો નુકસાન થયું છે પરંતુ સાથે સાથે રહેણાંક વિસ્તારમાં પણ મોટું નુકસાન થયું હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. કાચા મકાનોના પતરા બરફ વર્ષાના લીધે તૂટી જતાં સ્થાનિકોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
કુદરતના કહેર આગળ માનવી લાચાર છે અને મંગળવારે ડીસામાં માત્ર પંદર મિનીટ સુધી થયેલી ભારે બરફ વર્ષાએ લોકોની મિલકતને મોટી હાનિ પહોંચાડી છે.  ડીસા શહેરના રીજમેન્ટ વિસ્તાર શહેરનો ગરીબ વિસ્તાર માનવમાં આવે છે અને આ વિસ્તારમાં મોટાભાગના લોકો શ્રમજીવી પરિવારના છે અને તેના લીધે તેમના મકાનો પણ કાચા છે.  માત્ર પતરાવાળા મકાનો ધરાવતા આ વિસ્તારમાં મગળવારે થયેલી ભારે બરફ વર્ષાને લીધે લોકોના મકાનોના પતરા તૂટી ગયા હતા અને માત્ર રીજમેન્ટ વિસ્તારમાં જ ૫૦૦થી વધુ મકાનોને  નુકસાન પહોંચ્યુ હોવાના પ્રાથમિક અહેવાલો સાંપડી રહ્યા છે. 

Download Our B K News Today App



Related News