ગુજરાત સરકારે તલાટીઓને નોટરી અને સોગંદનામા સાથે સત્તા આપતા થરાદ બાર એસોસિએશને આવેદનપત્ર આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-09 11:25:04
  • Views : 703
  • Modified Date : 2020-10-09 11:25:04

ગુજરાત સરકારના
પરિપત્રના આધારે થરાદ બાર એસોસિએશન દ્વારા એક સાધારણ સભા કરવામાં આવી જેમાં પ્રમુખના અધ્યક્ષસ્થાને ઠરાવો કરી થરાદ પ્રાંતને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સરકારના
પરિપત્ર અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા તલાટીઓને ૨૨ પ્રકારની સત્તાઓ આપવામાં આવી  છે. પરંતુ તલાટીઓ ૧૨ પાસ હોય છે અને નોટરી કરવાની સત્તા એલએલબી ઉપર સાત વર્ષનો વકીલાતનો અનુભવ પછી નોટરીની સતા આપવામાં આવે છે. જેથી રાજ્ય સરકાર દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે, જેમાં બાર એસોસિએશન દ્વારા ગુજરાતભરમાં આવેદન આપી વિરોધ કર્યો હતો.
તલાટી પાસે સરકારી રેકોર્ડની વ્યવસ્થા પણ હોતી નથી અને તેઓ ગંભીરતાથી સમજી શકે છે કે કેમ ?  એટલા માટે ભવિષ્યમાં પણ દસ્તાવેજ નોટરીમાં ખોટું થઈ થઈ શકે અને ઈસ્યુ થઈ શકે. આથી આ કાયદો સિદ્ધાંત વિરોધ છે.
જેથી બાર એસોસિએશનના પ્રમુખ રાજેશભાઈ દવે,
ઉપપ્રમુખ પ્રેમજીભાઈ પટેલ અને સેક્રેટરી વિહાભાઈ પારગી સહિત બાર એસોસિએશન દ્વારા થરાદ પ્રાંતને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News