ભેમાલ રોડ પર ટ્રક ચાલકો બન્યા બેફામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-06 12:25:10
  • Views : 413
  • Modified Date : 2020-01-06 12:25:10

દાંતા તાલુકાના ભેમાલ રોડ પર ટ્રક  ચાલકો  અવર લોડ ગાડીઓ લઈને બેફામ બનીને રોડ પર અવર જવર કરે છે. ત્યારે  રોડ પર ભરેલી ગાડીમાં જે કપચી હોય છે તે રસ્તા ઉપર અઢળક પ્રમાણમાં ઢોળાય છે અને રોડ ઉપર અન્ય લોકો અવરજવર કરતા હોય છે તેમને સાધન ચલાવવામાં મુશ્કેલી પડે છે અને અકસ્માતનો ભય રહે છે. જેથી આ અવરલોડ ગાડી ભરવામાં આવે છે તે કોની રહેમ નજર હેઠળ આ કૃત્ય કરવામાં આવે છે. કેમ ખનીજ ખાતાના અધિકારીઓ ગાડીઓ લઈને નીકળે છે ત્યારે તેમની આંખે કેમ પાટા બાંધેલા છે કે પછી જાણી જોઇને આ કૃત્ય કરવામાં સાથ સહકાર આપે છે. તેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. ટ્રક ચાલકો બેફામ ગાડી લઈને દોડતા હોવાથી રોડ ઉપર અવર જવરમાં  મોટા પ્રમાણમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને જો કોઈ અકસ્માત થાય તો આ અકસ્માતની જવાબદારી કોની, કેમ ટ્રક ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી એ તો આવનારો સમય જ  બતાવશે.

Download Our B K News Today App



Related News