પાટણના ઓવરબ્રીજની બન્ને સાઈડ પર રેતીના થર જામ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-29 11:48:20
  • Views : 408
  • Modified Date : 2019-04-29 11:48:20

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પાટણ શહેરને સ્વચ્છ બનાવવા પાલિકા તંત્ર દ્વારા અથાગ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે, છતાં પાલિકા તંત્રના સફાઈ કામદારોની નિષ્ક્રિયતાના કારણે સ્વચ્છ
પાટણ અભ્યાન જોઈએ તેવું સાર્થક નિવડયું નથી.
પાટણ ચાણસ્મા હાઇવે રોડ પર નવીન બનાવાયેલ બ્રીજ પર પણ સ્વચ્છતાનો અભાવ પણ સરેઆમ દેખાઈ આવે છે. ગોલ્ડન ચોકડી પાસેના બ્રીજના પ્રથમ છેડેથી લઈ લીલીવાડી સુધી પૂરા થતા બ્રીજના છેડા સુધી રોડની બન્ને સાઈડ રેતીના ઢગલા અને અસહ્ય ગંદકી જોવા મળી રહી છે. જેના કારણે બ્રીજ પરથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો અનેક યાતનાઓ ભોગવી રહ્યા છે. ત્યારે સાચા અર્થમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત હાથ ધરાયેલ સ્વચ્છ પાટણ અભિયાનને પણ સાર્થક બનાવવા શહેરના મુખ્ય બજાર માર્ગો સહિતના હાઇવે વિસ્તારોની નિયમિત પણે સફાઈ કામગીરી હાથ ધરાય તેવું
પાટણના પ્રબુદ્ધ નગરજનો સહિત હાઈવે ઉપર પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ ઈચ્છી રહ્યા છે.


Download Our B K News Today App



Related News