બાણમાતાના મંદિરે મેળો ભરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-15 06:22:10
  • Views : 481
  • Modified Date : 2019-04-15 06:22:10

ચિત્તોગઢના કિલ્લા પર બિરાજમાન રણબંકા રાઠોડોની કુળદેવી બાણમાતા -બ્રહ્માણીમાતાના મંદિરે ચૈત્ર સુદ આઠમના રોજ ભવ્ય મેળો ભરાયો હતો. દૂરદૂરથી શ્રધાળુઓ ભક્તો હાથમાં ધજા-પૂજાપો-પ્રસાદ લઈ કુળવર્ધિનીના દર્શન કરવા ઊમટી પડયા હતા. બાણમાતાજી સોશિયલ ભક્તમંડળ તરફથી છેલ્લા ચાર વર્ષથી બાણમાતાના મંદિરે વિશાળ ભંડારો-સમૂહ ભોજન પ્રસાદ અને ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવે છે.
તે પરંપરાને પ્રવાહિત રાખવા ૧૧-૪-૨૦૧૯ને ગુરૂવારના મંગળ દિવસે શ્રધાળુઓજનો માટે  ઠંડા પાણીની વ્યવસ્થા કરાઈ હતી. નાસ્તો અપાયો હતો અને વ્રતધારીઓ માટે ફરાળી
વાનગીનુંં આયોજન કરાયું હતું. ચૈત્ર સુદ છઠના દિવસે મહેન્દ્રસિંહ રાઠોડ અને સંજય પંચારીયા  દ્વારા સુંદર ભજનોની પ્રસ્તુતિ થઈ હતી. શ્રધ્ધાળુ ભક્તોએ મોડી રાત સુધી ભજન સંધ્યાને મનથી માણી હતી ! અને  યથાશક્તિ આર્થિક યોગદાન આપ્યું હતુ. બીજા દિવસે શુક્રવારના દિવસે પણ ભજન-વાણીના કાર્યક્રમને યથાવત્‌ જેમાં રખાયો હતો.
શનિવારને હવનાષ્ટમીના શુભ દિવસે પ્રસાદ અપાયો હતો. બાણમાતાના મંદિરને ફૂલ-લાઈટથી વિશેષ શણગારવામાં આવ્યું હતુ. માતાજીને દિવ્યાતિદિવ્ય વસ્ત્રાલંકારથી વિભૂષિત કરાયા હતા. માતાજીની સન્મુખ યજ્ઞ કરાયો હતો. આ પાવન પ્રસંગે ભારતના ઈતિહાસમાં બાણમાતાની સ્તુતિ-આરાધના માટે આઠ વર્ષની મહેનત અને શ્રધ્ધા થકી તૈયાર થયેલ જિતેન્દ્ર એમ.ટાંક રચિત બાણમાતા ચાલીસાનું વિતરણ કરાયુંં હતું. શ્રધ્ધાળુઓએ માતાજીનો જયજયકાર કર્યો હતો.
 

Download Our B K News Today App



Related News