સેકટર ૫ના જાહેર બગીચાનું રીનોવેશન થતા અંદર પડેલા બાંકડા જાહેરમાં આડેધડ ફેંકી દેવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-07 10:57:37
  • Views : 258
  • Modified Date : 2021-03-07 10:57:37

સેક્ટર ૫ જાહેર બગીચામાં રીનોવેશન કામકાજ ચાલુ હોવાથી બગીચાની અંદર
પડેલા બાંકડાઓને બહાર આડેધડ જાહેરમાં ફેંકી દેવાથી સ્થાનિક વસાહતીઓ દ્વારા તંત્ર સામે આ સંદર્ભે વિરોધ દર્શાવ્યો હતો. આ બાંકડાઓ ધારાસભ્યો અને સાંસદની ગ્રાન્ટમાંથી મૂકવામાં આવ્યા હતા. તેમજ તેમાંથી અમુક
બાંકડા સિનિયર સીટીઝન તેમનું ફંડ ભેગું કરી લાવ્યા હતા.
સ્થાનિક વસાહતીઓના જણાવ્યા અનુસાર ફેકી દેવામાં આવેલા બાંકડા સીનીયર સીટીઝન માટે બીજા ઘર સમાન હતું. પરંતુ બગીચાનું રીનોવેશન થતા બાંકડાઓને બગીચાની બહારની જગ્યા ઉપર આડેધડ ફેંકી દેવાતા સ્થાનિક વસાહતીઓ દ્વારા તેમના પર ફિટકાર વરસાવવામાં આવ્યો હતો. ૨૦ જેટલા બાંકડાઓ તંત્ર દ્વારા બહાર ફેંકી દેવામાં આવ્યા છે. જેમાંથી હવે માંડ ૧૦ જેટલા બાંકડાઓ તૂટેલી હાલતમાં બગીચા સામે મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત વસાહત મંડળ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે બગીચાનું રીનોવેશન કામ
પણ રામ ભરોસે થઈ રહ્યું છે. બગીચામાં તેની શરતો મુજબ કામ કરવા સરકારી અધિકારીઓ તથા સુપરવાઇઝર દ્વારા દેખરેખ પણ રાખવામાં આવતી નથી. ઉપરાંત તેના માપદંડ સમાજના ગુણવત્તા પણ જળવાતી નથી. તેમજ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે રોડ નજીક બે મોટા ઊંડા ખાડા ખોદવામાં આવ્યા છે. જેના કારણે રોડ ઉપર નાના બાળકોની અને સાધનોની અવરજવર રહેતી હોવાના કારણે અકસ્માતના બનાવો બનાવની સંભાવના રહેલી છે.

Download Our B K News Today App



Related News