બેંકોના ખાનગીકરણના વિરોધમાં ડીસા-પાલનપુરની બેંકોમાં હડતાળ : રોજિંદા વ્યવહાર કરતાં લોકો અટવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-17 13:26:22
  • Views : 226
  • Modified Date : 2021-12-17 13:26:22

ડીસા ખાતે કાર્યરત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ આજે હડતાળમાં જોડાયા હતા.

એક તરફ વિશ્વમાં આર્થિક રીતે લોકો બેહાલીનો સામનો કરી રહ્યા છે. સાથે કેન્દ્ર સરકાર વિવિધ યોજનાઓ અને તેના અમલીકરણની વાતો કરી બેંકોમાં ખાનગી રોકાણને અગ્રતા આપવાના મૂડમાં આગળ વધી રહી છે. જો બેંકોના વહીવટ અને માલિકીમાં પચાસ ટકા જેટલું રોકાણ ખાનગી એજન્સી દ્વારા થાય તો બેન્કોની અત્યાર સુધીની થાપણો અને અન્ય વ્યવસ્થાઓ ખાનગી કંપનીના હાથમાં જાય. આવું થાય તો ભવિષ્યમાં અનેક સમસ્યાઓ અને સવાલો સામે આવશે. બાબતની અનેક રજુઆત છતાં કેન્દ્ર સરકાર બાબતે ગંભીર નથી ત્યારે પોતાની વાત સરકાર સુધી પહોંચાડવા આંદોલનનો માર્ગ અપનાવવાનું જાણવા મળે છે. જેના ભાગ રૂપે આજ રોજ બેંકોમાં હળતાલનું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે આજે ડીસા ખાતે કાર્યરત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા બેંકના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા હતા.જેથી આજે બેન્કનું કામકાજ બંધ રહ્યું હતું.

Download Our B K News Today App



Related News