હાય રે ગરીબી....! ૭૫૦ રૂપિયા માટે વૃદ્ધ બે દિવસે ચાલીને બેંક પહોંચ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-21 11:50:06
  • Views : 712
  • Modified Date : 2020-04-21 11:50:06

લોકડાઉનમાં અનેક કિસ્સાઓ એવા બની રહ્યા છે જે હચમચાવી નાખે તેવા હોય છે. ગરીબ લોકો માટે કપરી
પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે બનાસકાંઠાના અંબાજીમાં એક વૃદ્ધ ખેડૂત ચાલતા બે દિવસે બેંકમાં પહોંચ્યા હતા. આ વૃદ્ધ પોતાના પેન્શનના ૭૫૦ રૂપિયા લેવા ૨૨ કિ.મી ચાલીને અંબાજી પહોંચ્યા હતા. હાલ સમગ્ર વિશ્વ અને ભારત દેશ કોરોના સામે લડી રહ્યો છે. ત્યારે તમામ રાજ્યો, શહેરો અને ગામો ૩મે સુધી લોકડાઉન છે. આવી સ્થિતિમાં ગરીબો માટે અને મધ્યમ વર્ગ માટે જીવન જીવવું ભારે થઇ પડ્‌યું છે.
જે  દાંતાના કેશરપુરા ખાતે રહેતા એક વૃદ્ધે ખેડૂત પેન્શન યોજનાના ૭૫૦ રૂપિયા લેવા માટે સતત ૨૨ કિ.મી ચાલીને આવવુ પડ્‌યું હતુ. આ ખેડૂતના પેન્શનના નાણાં અંબાજી ખાતે આવેલી એસબીઆઈ બેંકમાં જમા થાય છે. જેથી બનાસકાંઠાના કેશરપુરાથી ૨૨ કિમી દૂર આવેલી અંબાજીની એસબીઆઈ બ્રાન્ચ સુધી તેઓએ ચાલતા જઈને આ રકમ મેળવી હતી. જો કે બાદમાં અંબાજી એસબીઆઈના મેનેજર અને સીએસપી સેન્ટરના ગિરીશભાઈ દ્વારા આ વૃદ્ધ ખેડૂતને ઘર સુધી પહોંચાડવાની જવાબદારી સ્વીકારી તેમને ઘર સુધી પહોંચાડ્‌યા હતા.

Download Our B K News Today App



Related News