પાલનપુરની આદર્શ ક્રેડિટ સોસાયટીનું ઉઠમણું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-06 11:27:45
  • Views : 641
  • Modified Date : 2019-07-06 11:27:45

પાલનપુર ખાતે કીર્તિસ્તંભ વિસ્તારમાં આવેલી આદર્શ ક્રેડિટ સોસાયટીનું ઉઠમણું થતાં ગ્રાહકોના કરોડો રૂપિયા સલવાઈ ગયા છે. જિલ્લામાં અગાઉ પણ ત્રણ જેટલી ક્રેડિટ સોસાયટીઓનું ઉઠમણું થયું છે.
પાલનપુરમાં વધુ એક ક્રેડિટ સોસાયટીએ ઉઠમણુ કર્યું છે. કીર્તિસ્તંભ વિસ્તારમાં આવેલી આદર્શ ક્રેડિટ સોસાયટીએ ઉઠમણું કર્યું છે. જેમાં લોકોના કરોડો રૂપિયા સલવાયા છે. આ અંગે સોસાયટીમાં નાણાંનું રોકાણ કરનારા ગ્રાહક ધનેશભાઈએ જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં ડીસા, ધાનેરા,
પાલનપુરમાં આદર્શ ક્રેડીટ સોસાયટીની શાખાઓ આવેલી છે. હજારો ગ્રાહકો આ આદર્શ ક્રેડીટ સાથે સંકળાયેલા છે. લોકોએ પોતાની પરસેવાની કમાણીના પૈસા મૂક્યા છે. જોકે, આદર્શ ક્રેડીટ સોસાયટીનું મેનેજમેન્ટ છે તેને સગા વાલાઓને લોન આપી દીધી છે. લોકોના જે પૈસા હતા તેમાંથી લોનો આપી અને આ લોન રિકવર ન થતાં આખરે બનાસકાંઠાના ગરીબ ગ્રાહકોના પૈસા સલવાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં ખેતેશ્વર બાદ અર્બુદા અને હવે આદર્શ ક્રેડીટ સોસાયટીએ ઉઠમણુ કર્યું છે. બનાસકાંઠાના લોકોના કરોડો રૂપિયા લઇને આવી કંપનીઓ ફરાર થઈ જાય છે. તેને મોટાભાગે રાજસ્થાની કંપનીઓ ઊંચા વ્યાજની લાલચ આપી અને લોકો સાથે છેતરપિંડી કરતી  લેભાગુ કંપનીઓ પર વિશ્વાસ કરતા હોય છે. અને
પોતાના પરસેવાના નાણાં ગુમાવતા હોય છે ત્યારે ચોક્કસ સરકાર હવે એક પોલિસી નક્કી કરવી પડશે કારણ કે આગામી સમયમાં આ પ્રકારે કોઈ ગરીબોના નાણાં સલવાઇ નહીં.


Download Our B K News Today App



Related News