પાટણમાં વિવિધ બેંકોના એટીએમ ખાલી : ગ્રાહકો પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-15 12:41:22
  • Views : 395
  • Modified Date : 2019-05-15 12:41:22

પાટણમાં હવે ના રહેતા તમે એટીએમના ભરોશપાટણમાં લગ્નની સીઝન જામી છે ત્યારે લોકો બહારથી આવે ત્યારે એટીએમના ભરોશે આવતા હોય છે. પરંતુ મોટાભાગના એટીએમ કેસ લેશ થતા વહેલી સવારથી જ લોકોને પૈસા ઉપાડવા માટે ભારે મુશ્કેલી પડી હતી. શહેરના અનેક એટીએમમાં રઝળ્યા બાદ પણ કેશ ના મળતા ગ્રાહકોને બેંકોના અધિકારીઓ સામે બળાપો કાઢતા નજરે પડયા હતા.સરકાર દ્વારા નોટબંધી કર્યા પછી રાજ્યના મોટા ભાગના એટીએમ કેશ વગરના જોવા મળતા હોવાથી લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. પરંતુ આજે વાત છે પાટણ શહેરની તો શનિ અને રવિવારની જાહેર રજા બાદ સોમવાર અને મંગળવારના રોજ શહેરમાં લોકોએ પોતાના નાણાં ઉપાડવા માટે એટીએમમાં જ્યા પણ ગયા ત્યાં તમામ એટીએમ કેશલેસ જોવા મળ્યા હતા. જેમાં સિદ્ધપુર ચોકડી ચાર રસ્તા, કોર્ટની સામેના, યુનિવર્સિટી રોડ, પાલિકા બજાર તેમજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલા બેન્ક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, સહિતના એટીએમમાં વહેલી સવારથી જ કેશ ના હોવાથી લોકો એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે એકથી બીજા અને બીજાથી ત્રીજા એટીએમ પર રઝળપાટ કરતા જોવા મળ્યા હતા અને હાઇવે વિસ્તારના એક પણ એટીએમમાં પૈસા ના મળતા લોકોના કામો અટવાઈ પડયા હતા.


Download Our B K News Today App



Related News