બેંગ્લોર ખાતે છ માસની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પરત ફરતાં ખીમાણાનાં આર્મી જવાનનું ભવ્ય સામૈયા સહ સ્વાગત કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-05 12:08:18
  • Views : 537
  • Modified Date : 2019-04-05 12:08:18


કાંકરેજ તાલુકાનાં ખીમાણા ગામના યુવાન ભાવસંગજી રાભૂજી આગથળિયા (ઠાકોર) છેલ્લા છ માસથી બેંગ્લોર ખાતે આર્મીની ટ્રેનિંગ મેળવી રહ્યા હતા. જેઓ ટ્રેનિંગ પૂર્ણ કરી તારીખ ચોથી એપ્રિલને ગુરૂવારનાં રોજ પોતાના માદરે વતન ખીમાણા ગામે પધારતાં ડી.જે.સાઉન્ડનાં સથવારે આર્મીમેન ભાવસંગજી આગથળિયાનું ભવ્ય સામૈયા સહ સ્વાગત કરવામાં આવ્યું હતુ. ગામની બાલિકાઓ દ્વારા સામૈયા સાથે આર્મીમેનનું સ્વાગત કરી કુમ-કુમ તિલક કરી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. ડી.જે. સાઉન્ડનાં સથવારે દેશભક્તિમય ગીતો સાથે ગ્રામજનો દ્વારા ભારત માતાકી જય, જય જવાન જય કિસાન.......આધી રોટી ખાયેંગે દેશ કો બચાયેંગે જેવા વિવિધ બુલંદ નારાઓ લગાવી ભારે નાચ-ગાન પૂર્વક શ્રીફળ અર્પણ કરી ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી વાજતે-ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ભાવસંગજી આગથળિયાને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ગામનાં સરપંચ ફતુજી પરમાર પૂર્વ સરપંચ પીરાજી પરમાર, ભમરસંગ પરમાર, પશાકાકા, પૂર્વ તા.પં.સદસ્ય કપુરસિંહ પરમાર, સાદુળજી વાઘેલા, એડવોકેટ મઘાજી પરમાર (નોટરી), પૂર્વ.ડે.સરપંચ મગનભાઈ દેસાઈ, આયદાનજી આગથળિયા, બાબુલાલ ત્રિવેદી, માધુભાઈ વસૈયા (પત્રકાર), ગોવાભાઈ પરમાર કાંકરેજ વિધાનસભા કોંગ્રેસના ગત ટર્મનાં ઉમેદવાર ડી.ડી.જાલેરા સહિત ખીમાણાનાં અગ્રણીઓ આગેવાનો વડિલો, યુવાનો તેમજ ગ્રામજનો ઘણીજ  વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં સ્વાગત દરમ્યાન ખીમાણા ગામ દેશભક્તિમય માહોલમાં ફેરવાઈ ગયું હતું.


Download Our B K News Today App



Related News