બાંગ્લાદેશમાં ડુંગળીનો ભાવ કિલોના 110 થયો, ભારતને ડુંગળી પરથી પ્રતિબંધ હટાવવાની અપીલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-23 13:46:03
  • Views : 441
  • Modified Date : 2019-10-23 13:46:03

બાંગ્લાદેશે ભારતમાંથી ડુંગળીની નિકાસ પરથી પ્રતિબંધ હટાવવાની અપીલ કરી છે. બાંગ્લાદેશમાં ડુંગળીના ભાવ આભલે અડી રહ્યા છે. અહીં ડુંગળી કિલોના 90 થી 110 ટાકા (બાંગ્લાદેશી ચલણ)ના ભાવે વેંચાઈ રહી છે. જેના માટે બાંગ્લાદેશના વાણિજ્ય મંત્રી ટીપૂ મુનશીએ ભારતીય અધિકારીઓને ડુંગળી પરના પ્રતિબંધ અંગે વિચારણા કરવાની અપીલ કરી છે. વધતા ભાવોના કારણે સામાન્ય માણસ માટે ડુંગળી ખાવી એ સપના સમું બની ગયું છે.બાંગ્લાદેશ 6 લાખ ટન ડુંગળીની અછતનો સામનો કરી રહ્યું છેઃટીપૂ મુનશી બાંગ્લાદેશના વાણિજ્યમંત્રીના જણાવ્યા પ્રમાણે, બાંગ્લાદેશ 6 લાખ ટન ડુંગળીની અછતનો સામનો કરી રહ્યું છે. જેમાંથી 80 ટકા આયાત તો માત્ર ભારત કરી રહ્યું છે. ભારતના ડુંગળીની આયાત પરના પ્રતિબંધ બાદ બાંગ્લાદેશમાં ડુંગળીના ભાવો આભને અડી રહ્યાં છે. મહત્વનું છે કે, ભારતમાં ચોમાસામાં વધારે વરસાદના કારણે ડુંગળીના પાકને વધારે નુકસાન થયું હતું જેના કારણે ભારતમાં જ ડુંગળીના ભાવોમાં ઉછાળો આવ્યો હતો. જેથી ભારતે નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. મહત્વનું છે કે ભારત વૈશ્વિકસ્તરે ડુંગળીના ટોચના નિકાસકારોમાંનું એક છે.ભારત-બાંગ્લાદેશના હોદ્દેદારોની બેઠકમાં ભાગ લેવા મંગળવારે ગુવાહાટી આવેલા મુનશીએ કહ્યું હતું કે, “મેં તાજેતરમાં ભારતના કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ સાથે વાત કરી છે અને તેમણે ખાતરી આપી છે કે મહારાષ્ટ્રની ચૂંટણી પુરી થયા બાદ નિકાસ પ્રતિબંધ હટાવવામાં આવશે.” તેમના જણાવ્યા પ્રમાણે, બાંગ્લાદેશ ડુંગળી માટે ભારત પર નિર્ભર છે. અને હાલની સ્થિતીમાં બાંગ્લાદેશનો સામાન્ય માણસ ડુંગળી વગરનું ભોજન લઈ રહ્યો છે.આર્થિક સલાહકાર મશીઉર રહેમાને રૈડક્લિફને વિદાય આપવાની વાત કરી બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના આર્થિક સલાહકાર મશીઉર રહેમાને મંગળવારે કહ્યું કે, રૈડક્લિફ રેખાને અંતિમ વિદાઈ આપી દેવી જોઈએ કારણ કે આ રેખાએ પડોશીઓ વચ્ચે અવરોધ પેદા કર્યા છે અને દક્ષિણ એશિયામાં વેપાર તથા વાણિજ્યમાં પણ અવરોધ પેદા કર્યો છે. રહેમાને અહીં બે દિવસીય ભારત-બાંગ્લાદેશ હિતધારક બેઠકના પહેલા દિવસે કરેલા તેમના સંબોધનમાં કહ્યું હતું કે, અલગાવ કોઈ સમાધાન નથી તથા વૈશ્વિક આર્થિક ક્ષેત્રે દુનિયામાં મજબૂત ભાગીદારીની જરૂર છે.રૈડક્લિફ રેખા શું છે?રૈડક્લિફ રેખા બ્રિટિશ ભારતના સમયના પંજાબ અને બંગાળના ભારતીય તથા પાકિસ્તાનીની હદ નક્કી કરવાની રેખા છે. જેની રચના સર સાઈરિલ રૈડક્લિફના નામ પર તેનું નામ રાખવામાં આવ્યું હતું. એટલા માટે જ આ રેખાને રૈડક્લિફ રેખા તરીકે ઓળખવામાં આવે છે.મશીઉર રહેમાને આ રૈડક્લિફ દ્વારા બનાવાયેલી સીમાઓને અંતિમ વિદાઈ આપવા અંગેની વાત કરી હતી. તેમના કહ્યાં પ્રમાણે, સરહદ પારના લોકોને પણ માણસ સમજવા જોઈએ અને તેમને યોગ્ય સન્માન આપવું જોઈએ તેઓ તેના હકદાર છે. તેમના કહ્યાં પ્રમાણે શેખ હસીના રાજકીય અને કૂટનીતિને માનવતાની નજરે જુએ છે. જ્યારે પણ શક્ય હોય ભારત અને પાકિસ્તાને મળીને કામ કરવું જોઈએ.

Download Our B K News Today App



Related News