સંડેર ગામથી દેશી હાથ બનાવટની બંદુક સાથે એક ઇસમ ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-29 11:43:41
  • Views : 330
  • Modified Date : 2019-11-29 11:43:41

પાટણ પોલીસવડા અક્ષયરાજ દ્વારા પાટણ જિલ્લામાં ગેરકાયદેસર રીતે
પરવાના વગરના હથિયારો રાખતા ઇસમોને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપતા પાટણ એલ.સી.બી.ના
પો.ઇન્સ. કે.એમ.પ્રિયદર્શીના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ જે.કે.ડોડીયા તથા તેમની ટીમના માણસો બાલીસાણા
પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન
પો.સબ.ઇન્સ. જે.કે.ડોડીયાને ખાનગી રાહે બાતમી મળેલ કે સંડેર  ગામની સીમમાંથી ફતેહ મકબુલહુસેન ઉસ્માનભાઇ રહે.રણુંજ મોટોવાસ તા.જિ.
પાટણ વાળાઓને ગે.કા. વગર
પાસ પરવાનાની દેશી હાથ બનાવટ બંદુક સાથે છે. જેથી આ ટીમે તાત્કાલિક બાતમી વાળી જગ્યાએ પહાંચી ફતેહ મકબુલહુસેન ઉસ્માનભાઇ રહે.રણુંજ મોટોવાસ તા.જિ.પાટણ વાળાઓને ગે.કા. વગર પાસ પરવાનાની દેશી હાથ બનાવટ બંદુક સાથે ઝડપી લીધો હતો. તે બંદુક  નંગ-૧ કિંમત રૂપિયા ૨૫૦૦ ના મુદ્દામાલ સાથે કબ્જે કરી આ ઇસમના વિરૂધ્ધમાં આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)એ મુજબ બાલીસાણા પો.સ્ટે.માં ગુનો નાંધાવી જેલના હવાલે કર્યો હતો.

Download Our B K News Today App



Related News