અમીરગઢના ઉપલાઘોડા ગામેથી બંદુક તેમજ બંદુક બનાવવાની સામગ્રી ઝડપાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-28 11:14:42
  • Views : 319
  • Modified Date : 2021-02-28 11:14:42

અમીરગઢ તાલુકાના ઉપલા ઘોડા ગામની પ્રાથમિક શાળાની સામે આવેલ મકાનમાંથી દેસી બનાવટની બંદૂક તથા બંદૂક બનાવવાની સામગ્રી પડેલ હતી અને તેમાં બંદૂક બનવાનું કાર્ય ચાલી રહ્યું હતું. પોલીસને જાેઈ બંદૂક બનાવનાર ઈસમ પાછળના દરવાજેથી જંગલ વિસ્તારમાં ભાગી ગયેલ હતો. તેનું નામ
પૂછતા ઉપલઘોડાનો રહેવાસી ચાતરભાઈ સોમાભાઈ ધોરી જાણવા મળેલ. પોલીસ દ્વારા દેસી બનાવટની બંદૂક તથા બંદૂક બનાવવાની સામગ્રીને જપ્ત કરી ગેરકાયદેસર રીતે બંદૂક બનાવી તેનું વેચાણ કરવા બદલ પકડાયેલ તેમજ મકાનમાંથી ભાગી છૂટેલા ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી હતી. આ બાબતની ફરિયાદ એસ.ઓ.જી. કોસ્ટેબલ હસમુખદાન ગઢવીએ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

Download Our B K News Today App



Related News