ધાનેરા તાલુકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફોર્મ લેવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-26 11:16:06
  • Views : 530
  • Modified Date : 2020-02-26 11:16:06

ધાનેરા ખાતે સોમવારથી રાયડા ખરીદી માટે ફોર્મ ભરવાની શરૂઆત કરતાં ખેડૂતોએ પડાપડી કરતા ફોર્મ લેવાના બંધ કરવામાં આવ્યા હતા અને બીજા દિવસે ચુસ્ત
પોલીસ બંદોબસ્ત સાથે ફોર્મ ભરવાની સરુઆત કરવામાં આવી હતી. પરંતુ આ ફોર્મ તમામ ગ્રામ પંચાયત ખાતે સ્વીકારવામાં આવે તેવી રજૂઆત પણ ધાનેરા મામલતદારને કરવામાં આવી હતી.
સરકાર દ્વારા ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ કરવા માટે ખેડૂતો પાસેથી ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવા માટેની કામગીરી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ધાનેરા તાલુકામાં સોમવારથી ફોર્મ ભરવાની કામગીરીમાં ધમાલ થતાં બીજા દિવસે પોલીસ બંદોબસ્ત સાથે ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી હતી અને બીજા દિવસે ૫૦૦ થી વધારે ખેડૂતો ઉમટી પડેલ હોવાથી
પુરવઠા ગોડાઉનમાં ઉભા રહેવુ પણ મુશ્કેલ બન્યુ હતુ. ત્યારે સાંજ સુધીમાં માત્રને માત્ર ૧૫૦ જેટલા લોકોના ફોર્મ ઓનલાઇન થતાં બાકીના તમામ ખેડૂતોને ધક્કા ખાઇને ઘરે પરત જવુ પડયુ હતું.  આ રીતે ખેડૂતો હેરાન થતા હોવાથી મગફળીની ખરીદીમાં જે રીતે ફોર્મ ગ્રામ પંચાયત ખાતે ઓનલાઇન કરવામાં આવેલ તેવી રીતે આ રાપડાની ખરીદીમાં ગ્રામ પંચાયત ખાતે ઓનલાઇન કરવા માટે ખેડૂત અગ્રણીઓ તથા ખેડૂતોએ સાથે મળીને મામલતદારને રજૂઆત કરતાં આ બાબતે ધાનેરા મામલતદારે જિલ્લા કલેકટરને જાણ કરી હતી અને ઉપરી કચેરીથી જે નિર્ણય લેવાશે તેમ ફોર્મ સ્વીકારવામાં આવશે તેવુ ખેડૂતોને જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News