ડીસાના રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ કરાતા પ્રજામાં આક્રોશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-19 05:04:47
  • Views : 564
  • Modified Date : 2019-04-19 05:04:47

ડીસાના ગંજ બજાર વિસ્તારમાં આવેલી સરસ્વતી પાર્ક તથા મહાલક્ષ્મીપાર્ક  સોસાયટી સહિતની અનેક સોસાયટીઓ રહેણાંક વિસ્તારમાં આવેલ છે.ત્યાં આગળ સાંઇદષ્ટિ કોમ્પલેક્ષની બાજુમાં આવેલ સર્વે નં ૧૯/૩ના પ્લોટ નં ૬ તથા ૭માં આવેલ સોમનાથ સ્ટીલ નામનું મોટું ગોડાઉન  તથા દુકાન આવેલી છે. જેમાં ખીલાસરી તથા લોખંડ તથા સિમેન્ટનો મોટાપાયે વેપાર ચાલે છે તથા આ દુકાને ધંધાર્થે મોટા ટર્બા લઇને લોખંડ આયાત કરવામાં આવતું હોવાથી રસ્તામાં નડતરરૂપ થાય છે. જ્યારે વધુમાં આ વિસ્તારમાં જયતુલસી તેમજ એન્જલ નામની બે હાઇસ્કૂલો આવેલી છે. જેમાં અંદાજીત ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેઓ દરરોજ માટે આ વિસ્તારમાંથી આવનજાવન કરતા હોવાથી કોઇક દિવસ મોટી જાનહાનિ તથા અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે.આમ આ પ્રકારની તકલીફો હોવાથી સત્વરે આ દબાણ દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આમ આ પ્રકારની તકલીફ વચ્ચે આવનારા સમયમાં દબાણને ખુલ્લુ કરવામાં નહી આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું.
આ સિવાય રસ્તાની વચ્ચે ઉભા કરવામાં આવેલા વિજ થાંભલાઓ પણ સાઇડમાં કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News