દિયોદરના ગોદાની ચકચારી ઘટના ડુંગરાસણની પરિણીતાના પગ બાંધેલી લાશ કેનાલમાંથી મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-13 11:23:02
  • Views : 425
  • Modified Date : 2021-01-13 11:23:02

બનાસકાંઠાના ગોદા ગામ
પાસેથી નર્મદા કેનાલ માંથી વધુ એક કોથળામાં ભરેલી યુવતીની લાશ મળી આવી છે. બનાવને પગલે દિયોદર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને પીએમ અર્થે ખસેડી હતી. તેમજ હત્યાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી કરી છે. મૃતક યુવતી ડુંગરાસણની હોવાનું બહાર આવ્યું છે.
બનાસકાંઠામાં દિયોદર તાલુકાના ગોદા ગામ પાસેથી નર્મદા કેનાલમાંથી કોથળામાં ભરેલી યુવતીની લાશ મળી આવી હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે દિયોદર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અને તપાસ કરતા નર્મદાની મુખ્ય કેનાલમાં એક કોથળામાં ભરેલી લાશ તરતી હાલતમાં મળી હતી. જેથી પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી કોથળાને બહાર કાઢી જાેતા તેમાં એક મહિલાની લાશ હતી. મહિલાના પગ તારથી બાંધેલા અને કોથળામાં પથ્થરો  ભરેલા હતા. આ મામલે પ્રાથમિક
તપાસ કરતા આ મહિલા
કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામની પૂજાબેન ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું. આ
પૂજાબેનના લગ્ન અઢી વર્ષ અગાઉ સમાજના રીત રિવાજ મુજબ કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામે રહેતા વિનોદ ઠાકોર સાથે થયા હતા. જેમાં લગ્નના થોડાજ સમય બાદ તેના સાસરિયાઓ દ્વારા તેને માનસિક ત્રાસ આપતા હોવાનું તેના
પિતાનું માનવું છે. એટલું જ નહીં પરંતુ તેના સાસરિયાઓએ તેમજ અન્ય કેટલાક શખ્સો પર તેની હત્યા કરી લાશને ફેંકી દીધી હોવાની પણ શંકા વ્યક્ત કરી છે.

Download Our B K News Today App



Related News