પાલનપુરના બ્રાહ્મણવાસ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામનો વિરોધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-22 12:06:30
  • Views : 454
  • Modified Date : 2020-06-22 12:06:30

પાલનપુરના બ્રાહ્મણવાસ વિસ્તારમાં  રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામનો સ્થાનિકોએ  વિરોધ કર્યો છે. વર્ષોથી  રહેતા સ્થાનિકો આ કોમર્શિયલ બાંધકામથી નારાજ છે.  રહેણાંક વિસ્તારમાં રહેતા વૃદ્ધો બાળકો સહિત મહિલાઓને પણ આ કોમર્શિયલ બાંધકામથી મુશ્કેલીઓ વધી શકે છે. જો કે કોર્ટનો સ્ટે હોવા છતાં પણ બ્રાહ્મણવાસ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ ચાલુ છે જેને લઇને  બ્રાહ્મણવાસ વિસ્તારમાં રહેતા પાલનપુર કોલેજના પ્રોફેસરે ચીમકી ઉચ્ચારી છે કે જો આ કોમર્શિયલ બાંધકામ નહીં રોકાય તો પ્રોફેસર પાલનપુર પાલિકામાં આમરણાંત ઉપવાસ પર ઉતરશે.  રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ   બાંધકામ પર કોર્ટનો સ્ટે હોવા છતાં કામ ચાલુ રહેતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. પાલનપુર નગરપાલિકા અને કલેક્ટરને વારંવાર રજૂઆત કરી હોવા છતાં આ કોમર્શિયલ બાંધકામને રોકાવાયુ નથી. જેને લઇને બ્રાહ્મણ વાસ વિસ્તારમાં રહેતા સ્થાનિક પ્રોફેસર ૨૩ તારીખે મુંડન કરાવીને પાલનપુર નગર
પાલિકામાં આમરણાંત ઉપવાસ ઉપર ઉતરશે.

Download Our B K News Today App



Related News