હજુ ઉદ્‌ઘાટન પણ થયું નથી ત્યાં જ ટાઈલ્સોના ભુક્કા બોલી ગયા સુઈગામ પુરવઠા નિગમની બિલ્ડિંગમાં નબળું બાંધકામ,તળિયું તૂટી ગયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-03 10:54:57
  • Views : 324
  • Modified Date : 2020-09-03 10:54:57

સરહદી વિસ્તાર એવા સુઈગામમાં આવેલું ગુજરાત નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના નવા બિલ્ડિંગમાં નબળું બાંધકામ કરાયું હોવાની ફરિયાદો ઊઠી છે. જ્યાં બિલ્ડિંગમાં નાખવામાં આવેલી  ભોંયતળિયાની ટાઈલ્સ તૂટી થઈ ગઈ છે. જેને લઇને મોટો ભ્રષ્ટાચાર આચરાયો હોવાની આશંકા પ્રવર્તે છે. જેની તંત્ર તપાસ કરાવીને જવાબદારો સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
સુઈગામના જલોયા રોડ ઉપર તાજેતરમાં જ અનાજ ભરવા માટે ગુજરાત નાગરિક પુરવઠા નિગમ લિમિટેડનું ગોડાઉન અને એડમિનિસ્ટ્રેશન બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. આ બિલ્ડિંગનું હજુ ઉદ્‌ઘાટન પણ કરવામાં આવ્યું નથી. ત્યાં જ તેના નબળા બાંધકામને લઈને ચર્ચાની એરણે ચઢયું છે. આ નવા મકાનના ભોયતળીયાની ટાઈલ્સો અત્યંત નબળી હોવાના કારણે તૂટીને ભૂક્કો થઈ ગઈ છે. કોન્ટ્રાક્ટરે આ બિલ્ડિંગ વિભાગને સોંપી તે પહેલા તેની તપાસ કરવામાં આવી હતી કે કેમ ? શું બિલ્ડિંગનું પેમેન્ટ આવું નબળું બાંધકામ હોવા છતાં ચૂકવાઈ ગયું છે ? જેને લઇને કબજો સંભાળનાર અધિકારી અને સુપરવિઝન કરનાર એન્જિનિયર સામે પણ શંકાની સોય તકાઈ રહી છે. જો આવી ખરાબ બાંધકામની કામગીરી કરવામાં આવી હોય તો કોન્ટ્રાક્ટને બિલ ચૂકવાઈ ગયું હોય તો કેવી રીતે ચૂકવાયુ.? તે પણ પ્રશ્ન ઉઠયો છે. હાલમાં કોઈપણ નવું બાંધકામ થાય તો તેને ભૂકંપ પ્રુફ બનાવવાનું હોય છે. અહીંયા તો સામાન્ય વરસાદમાં તળિયાના તૂટી ગયા છે. તો ભૂકંપ પ્રુફ બિલ્ડીંગ અંગે પણ શંકાઓ થઈ રહી છે.


કોની- કોની મીલીભગત ?
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના નવા બિલ્ડિંગના બાંધકામની ગુણવત્તાને લઈને જ્યારે સવાલો ઉઠયા છે. ત્યારે આ બિલ્ડિંગનું સુપરવિઝન કરનાર એન્જિનિયરે બિલ્ડિંગના બાંધકામ સમયે શુ ધ્યાન રાખ્યું અને આવા બાંધકામ સામે શા માટે આંખ મિચામણા કર્યા તે પણ પ્રશ્ન છે. લાખો
રૂપિયાના ખર્ચે બનાવેલી આ બિલ્ડિંગના બાંધકામમાં કમિશનની કટકી લેનારા સામે ઉચ્ચ અધિકારીઓ તપાસ કરાવી કોની કોની મિલીભગત છે. તે બહાર લાવવાની જરૂર છે.

 બાંધકામને લઈ ઉચ્ચકક્ષાએ રિપોર્ટ કર્યો છે
અમને આ ગોડાઉન અંગેની ફરિયાદ મળી હતી. જેને લઇને ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કરવામાં આવ્યો છે.     - જતીનભાઈ મોદી
(ઈન્ચાર્જ મામલતદાર, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ, પાલનપુર)

Download Our B K News Today App



Related News