ડીસા નગરમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-26 11:20:19
  • Views : 619
  • Modified Date : 2019-09-26 11:20:19

ડીસા શહેરમાં છેલ્લાં ઘણાં સમયથી ગેરકાયદેસર બાંધકામમાં વધારો થઈ રહ્યો છે. નગરપાલિકાની મંજૂરી લેવામાં લોકોને સમજ પડતી નથી. ડીસા શહેરમાં અત્યારે સો થી વધુ બાંધકામમા નકશાની મંજૂરી વગર થઈ રહ્યા છે. નગરપાલિકાના સત્તાધીશો શહેરીજનોને છાવરી રહ્યા છે. ડીસા શહેરના બિલ્ડરો અને
બાંધકામ કરનાર સામે કોઈ જ કાર્યવાહી થતી નથી.
ડીસા હાઈવે ઉપર બનતા એક શોપીંગ સેન્ટરના મામલે કલેકટરના આદેશ બાદ પાલિકાએ ૧૨૦૦ થી વધુ ચોરસફૂટનું બાંધકામ વધારાનું છે. પરંતુ તે બાંધકામને તોડયા વગર જ હવે બાંધકામ સતત ચાલતુ રહે છે. લોક મુખે ચર્ચા સંભાળવા મળે છે કે ભાજપના કેટલાંક આગેવાનોને પત્રમ પુષ્પમ આપી બિલ્ડરે ગેરકાયદેસર
બાંધકામને રીવાઈંઝમાં મુકવાનું નાટક કરી બાંઘકામ ચાલુ રાખેલ છે. હવે આ બાંધકામ પૈસાના જારે સાચું ગણાય છે. આમ, કલેકટરથી લઈ ડીસા ચીફ ઓફિસર અને ટાઉન પ્લાનીંગ ઈજનેર સુધી તમામ લોકો આ બાબત જાણે છે. પરંતુ હવે આ બાંધકામ કાયદેસર થઈ રહ્યુ હોવાનું કહેવાય છે. નવાઈની વાત એ છે કે કલેકટરના આદેશ બાદ ખુદ નગરપાલિકાએ વધારાના બાંધકામનો રીપોર્ટ કર્યો છે તો ટાઉન પ્લાનીંગ નિયમો અનુસાર આ બિલ્ડીંગ શરતભંગમાં જવું જાઈએ. આ બિલ્ડીંગ બની જશે એટલે લોકો ખરીદશે. પરંતુ ખરીદનારને એ ખબર નહીં પડે કે તેણે ખરીદેલી દુકાન કાયદેસર છે કે ગેરકાયદેસર.
આવુ જ બાંધકામ નગરપાલિકાના ગવાડી વિસ્તારના કોર્પોરેટર પણ એક શોપીંગ સેન્ટર વગર મંજૂરીએ બાંધી રહ્યા છે. અખ્ખર ઉપર જવાના રસ્તે ડીસા નગરપાલિકામાં ચૂંટાયેલા  અને સરકારી કોન્ટ્રાકટરમાંથી કોર્પોરેટર બનેલા એક સદસ્ય પોતે જ
ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે. એજ રીતે ડીસાના લાટી બજાર વિસ્તારમાં વાસણના વ્યવસાય સાથે સંકળાયેલા મહાશય વગર મંજૂરીએ લાટી બજારમાં નગરપાલિકાના સ્ટોરથી માત્ર પ૦ મીટર દૂર આ બાંધકામ કરી રહ્યા છે. નગરપાલિકાના નગરસેવકો, પ્રમુખ, ચીફ ઓફિસર અને
ઈજનેરોની અવર-જવર હોવા છતાં લાટી બજારનું આ શોપીંગ વગર મંજુરીએ બની રહ્યુ છે.
આજ રીતે ડીસાના લાલચાલી વિસ્તારમાં કિશોર  ફુટવેર નામની દુકાન ધરાવતા મહેશ્વરી બંધુઓ
નકશાની મંજૂરી વગર જ બે માળાનું શોપીંગ બનાવી રહ્યા છે. પાલિકામાં ચીફ ઓફિસરની બદલી થઈ પરંતુ પાલિકાના કાયમી સ્ટાફને તમામ બાબતોની જાણ છે છતાં કોઈ જ કાર્યવાહી કરાતી નથી. નગરપાલિકાના કર્મચારીઓ કામમાં એટલા બધા વ્યસ્ત છે કે કોઈ જાગૃત નાગરિક કે મીડિયા ધ્યાન દોરે તો નોટીસ આપી પત્રમ્‌ પુષ્પમ લઈ રાજી થાય પરંતુ કાર્યવાહી આગળ વધે જ નહીં.
સવાલ  ઉઠે છે કે બી.કે.ન્યૂઝ શા માટે લખે છે. તો પ્રજાને અવગત કરાવીએ છીએ કે ડીસા શહેરમાં દુકાન કે મકાન ખરીદતા પહેલાં તેનો મંજૂર થયેલો નકશો, એન.એ. કરેલા લે આઉટ પ્લાન અને જમીનના કાગળો ચકાશો. નહીંતર ડીસાના જમીન બજારના ખેલાડીઓ તમારા રૂપિયાનું પાણી ન કરાવે તે જાજા.

Download Our B K News Today App



Related News