સેક્ટર ૨૯ના રાજાને ડ્રાઇવરે એક્ટીંગ કરાવી બંધક બનાવી લૂંટી લીધો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-27 11:15:51
  • Views : 285
  • Modified Date : 2021-02-27 11:15:51

શહેરના સેક્ટર૨૯માં રહેતા અને સેક્ટર ૨૮ જીઆઇડીસીમાં સ્ક્રેપનો વેપાર કરતા વેપારીને પોતાનો જ ડ્રાઇવર છળકપટ કરી અપહરણ કરી ગયો હતો. તેના ડ્રાઇવરે અમારે એક વ્યક્તિને ડરાવવાનો છે કહીને તેના હાથ પગ બાંધી મોઢામાં ડૂચો મારી બંધક બનાવી એટીએમમાથી રોકડ અને દાગીના સહિત એક લાખની લુંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. આ બનાવની ફરિયાદ સેક્ટર ૨૧ પોલીસ મથકમાં નોંધાવતા વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ શહેરના સેક્ટર ૨૯ મસ્તાના ફ્લેટમાં રહેતો મોહમ્મદ ઇમરાન ઉર્ફે રાજા અહેમદ મનસુરી સેક્ટર ૨૮ જીઆઇડીસી પ્લોટ નંબર ૩૦૦માં રાજ સ્ક્રેપ ટ્રેડર્સ નામથી ભંગારનો વેપાર કરે છે. ત્યારે તેની સાથે ડ્રાઇવર તરીકે મોઇન જમાલભાઇ શેખ (રહે હાલ,
પેથાપુર મૂળ કપડવંજ
માલપુર) નોકરી કરે છે. ગત ૨૫ ફેબ્રુઆરીના રોજ આશરે બપોરના ૧૨ વાગ્યાના અરસામાં મોઇને પોતાને એક રીપોર્ટ કરાવવા જવાનુ હોવાથી સાથે આવવા રાજાને કહ્યુ હતુ, જેને લઇ રાજા સાથે ગયો હતો.
થોડા આગળ નિકળતા મોઇને તેના અન્ય મિત્રોને ફોન કરી બોલાવ્યા હતા. પ્રેસ સર્કલ પાસે વસીમ અને સમીર આવીને આવતા સાથે લઇ નિકળ્યા હતા અને કારને દહેગામ તરફ દોડાવી હતી. દહેગામમાંથી ધોકા ખરીદી કરી ગામડા તરફ લઇ ગયા હતો. અજાણી જગ્યાએ રાજાને લઇ જઇને કહ્યુ હતુ કે અમારે એક વ્યક્તિને ડરાવવાનો છે એટલે તમારા હાથ પગ બાંધી દઇએ છીએ. વાતમાં ભોળવાઇ ગયેલો
વેપારી તેમની વાત માનીને હા પાડી હતી.  બાદમાં વેપારીને બંને મિત્રો માર મારવા લાગ્યા હતા અને ગળાના ભાગે છરો મુકી બે તોલાની સોનાની ચેઇન અને એટીએમ લઇ ૨૫ હજાર ઉપાડી લીધા હતા. જ્યાંથી આગળ કપડવંજમાં મોઇનની સાસરીમાં લઇ ગયા હતા. પરંતુ સંતાડવાની જગ્યા યોગ્ય ના મળતા ચિલોડા પાસે ઉતારીને ચાલ્યા ગયા હતા.
અપહરણકારોની ચૂંગાલમાંથી છુટેલા વેપારીએ સેક્ટર ૨૧
પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News