ધનકવાડા ગામે હિંગળાજ માતાજી મંદિરે કારતક સુદ પૂનમે ભરાતો લોકમેળો બંધ રાખવાનો ર્નિણય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-23 10:36:03
  • Views : 371
  • Modified Date : 2020-11-23 10:36:03

ધનકવાડા ગામે માસ્ક વિના અને સરકારની ગાઈડલાઈનનું પાલન નહિ કરો તો એક હજારનો દંડની અને મેળો બંધની પંચાયત અને ટ્રસ્ટી મંડળનો ર્નિણય લેવાયો છે. જેમાં દિવાળીની ટાણે રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કોવિડ -૧૯ ની ગાઈડ લાઈન મૂજબ મેળા ઉત્સવો પર રોક લગાવી છે. ત્યારે સોસિંયલ ડિસ્ટન્સ, માસ્કનું પાલન થાય માટે અને બનાસકાંઠા કલેકટરના જાહેર નામાના ધ્યાને લઈ દિયોદરના ધનકવાડા ગ્રામ પંચાયત અને હિંગળાજ ટ્રસ્ટ દ્વારા ધનકવાડા ગામે કાર્તિક સુદ પૂર્ણિમાના દિવસે ભરાતો લોકમેળો કોરોના વિશ્વ મહામારીના કારણે સ્થગિત કરવામાં આવ્યો છે. ધનકવાડા હિંગળાજ મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના દર્શનાથે આવતા તમામ માઇ ભક્તોને ફરજીયાત માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ મેળા ગ્રાઉન્ડમાં બહારથી આવતા ખાનપાન અને મનોરંજનના
વહેપારીઓને મેળો બંધ રાખેલ હોઈ તેની નોંધ લેવા નમ્ર
અપીલ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News