ડીસામાં વર્ધમાન સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-24 11:01:45
  • Views : 455
  • Modified Date : 2020-07-24 11:01:45

ડીસાની વર્ધમાન સોસાયટીમાં મંગળવારે રાત્રે અજાણ્યા તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી એસી હજાર રૂપિયા
ઉપરાંતની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બાબતે મકાન માલિકને ચોરીની જાણ થતાં હાલ આ બાબતે ડીસા દક્ષિણ
પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
બનાસકાંઠા જિલ્લામાં ચોરોને લોકડાઉન ખુલ્યા બાદ જાણે ચોરી કરવા માટે મોકળું મેદાન મળી ગયું હોય તેવુ જોવા મળી રહ્યું છે.  આવા સમયનો લાભ લઈ ચોરોએ બનાસકાંઠા જિલ્લા અનેક મકાનોને નિશાન બનાવી મોટી મોટી ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે. ચોરોને જાણે કોરોના વાયરસ અને પોલીસની સહેજ પણ ડર ન હોય તેમ બિન્દાસપણે ચોરી કરી રહ્યા છે. હવે તો ચોરોને કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં પણ ડર રહ્યો નથી. તેમને તો માત્ર બંધ મકાન દેખાવું જોઈએ. જેથી બંધ મકાનનો લાભ લઈ ચોરીની ઘટનાને અજામ આપી શકાય. ત્યારે બુધવારે રાત્રે આવી જ એક ચોરીની ઘટના ડીસાની વર્ધમાન સોસાયટીમાં બની હતી. વર્ધમાન સોસાયટીમાં રહેતા સોમાજી વિરાજી માળી જેઓ લોકડાઉનમાં પોતાના વતન ચંદાજી ગોળીયા ગામે પોતાના પરિવાર સાથે ગયા હતા. જેથી છેલ્લા ઘણા સમયથી તેમનું મકાન બંધ હતું. આ તકનો લાભ લઈ ચોરોએ તેમના મકાનમાં પ્રવેશ કર્યો હતો. અને અંદર પડેલ તમામ માલ-સમાન વેર વિખેર કરી અંદર પડેલ ચાંદીના દાગીના જેની કિંમત ૫૬ હજાર રૂપિયા અને ૨૪ હજાર રોકડ એમ કુલરૂ.  ૮૦ હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે સવારે આ બાબતની જાણ આજુબાજુના લોકોને થતાં તેઓએ સોમજીને કરતા તેઓ ડીસા પહોંચ્યા હતા. અને આ બાબતની જાણ ડીસા દક્ષિણ પોલીસને કરી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે આવી સોમજીની ફરિયાદના આધારે ચોરોને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.

Download Our B K News Today App



Related News