પાલનપુરની આરતી ટાઉનશિપમાં શિક્ષકના બંધ મકાનમાં ચોર ઉતર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-06 12:03:53
  • Views : 494
  • Modified Date : 2019-10-06 12:03:53

પાલનપુર ખાતે ધનિયાણા ચોકડી નજીક આવેલી આરતી સોસાયટીમાં શુક્રવારે રાત્રે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતુ. જેમાંથી રોકડ રૂપિયા તેમજ સોના- ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૪ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુરમાં છેલ્લાં કેટલાક સમયથી ચોરીની ઘટનાઓ બની રહી છે. સપ્તાહ અગાઉ ડીસા હાઇવે નજીક ઇન્ડિયન ઓવરસીઝ બેંકના એટીએમ તોડવાનો પ્રયાસ થયો હતો. દરમિયાન શુક્રવારે રાત્રે પાલનપુર ધનિયાણા ચોકડી નજીક વીરપુરમાં આવેલી આરતી ટાઉનશીપમાં તસ્કરો ત્રાટકયા હતા. આ અંગે વિગતો આપતાં
પાલનપુર તાલુકા પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતુ કે, આરતી ટાઉનશિપના મકાન નં. ૫૬માં રહેતા શિક્ષક અજયભાઇ મગનભાઇ
પટેલના બંધ મકાનના દરવાજાનું તાળુ તોડી તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો. અને તિજોરી માંથી રૂપિયા ૭૦,૦૦૦ રોકડા તેમજ
સોના- ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૪ લાખનો મુદ્દામાલ ચોરીને ફરાર થઇ ગયા હતા. આ અંગે અજયભાઇએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગૂનો નોંધી તસ્કરોનું પગેરૂ શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Download Our B K News Today App



Related News