પાલનપુરમાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો રૂપિયા ૨.૫૨ લાખના મુદ્દામાલની ચોરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-06 12:05:42
  • Views : 474
  • Modified Date : 2019-06-06 12:05:42

પાલનપુરના શિવનગર વિસ્તારોમાં આવેલા એક બંધ મકાનમાં મંગળવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા.જેમણે દરવાજાનો નકુચો તોડી અંદર પડેલા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૨.૫૨ લાખના મુદ્દામાલની ચોરી પલાયન થઈ ગયા હતા.આ અંગેની જાણ મકાન માલિકને થતા તેમણે પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતીમાન કર્યા છે.બનાસકાંઠામાં ચોરી, લૂંટ, ચીલ જડપના બનાવો ચિંતા જનક હદે વધી રહ્યા છે.જેમાં અગાઉ થયેલી ચોરીના આરોપીઓ હજુ પકડાયા નથી ત્યાં પાલનપુરના શિવનગર વિસ્તારોમાં આવેલા એક બંધ મકાનમાં મંગળવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ પાલનપુર શિવપાર્કમાં રહેતા પિયુશભાઈ મોદી બહાર ગયા હતા.તે સમયે  તેમના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. અને મકાનનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી મકાનમાં પડેલ સોના-ચાંદીના દાગીના મળી કુલ  રૂપિયા ૨.૫૨ લાખના મુદ્દામાલની  ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ ઘટનાની જાણ આજુ-બાજુના રહીશોને થતા રહીશો દ્વારા મકાન માલિકને જાણ કરવામાં આવી હતી.જેથી બહારગામથી પરત આવેલા મકાન માલિકે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ચોરીની ફરીયાદ નોંધાવતા પોલીસે ડોગ સ્કોડ અને એફએસએલની મદદથી આરોપીને ઝડપી લેવા ચક્રોગતીમાન કર્યા છે.



Download Our B K News Today App



Related News