વાવના ઢીમા ગામે આગના બે બનાવથી અફરાતફરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-17 11:06:57
  • Views : 258
  • Modified Date : 2021-03-17 11:06:57

ઢીમા ગામથી એક કિલોમીટર દૂર આવેલા
આંબેડકર નગરની અંદર વસવાટ કરતા પંડ્યા કિર્તીભાઈના ઘરની વાડમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં ઘર વખરી સહિત મકાનના લાકડાના બારી બારણા સળગી ગયા હતા તેમજ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું. જાેકે સ્થાનીક રહેવાસીઓ દ્વારા ઘરોમાંથી ડોલ, માટલા
પાણીની પાઈપલાઈન દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો કરાયા હતા.બીજાે આગ લાગવાનો બનાવ માવસરી રોડ ઉપર ભોરોલ ત્રણ રસ્તાની બાજુમાં આવેલા પંડ્યા જેવતાભાઈના ખેતરમા બન્યો હતો. ખેતરમાંથી
પસાર થતી વીજ લાઈનમાં અચાનક ભડાકો થતાં વીજળીના તણખા નીચેના ભાગે પડતા ઘાસ હોવાથી અચાનક એકાએક આગ લાગવા લાગી હતી.
ઢીમા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળાની શરૂઆતમાં જ આગ લાગવાના બનાવો શરૂ થઈ રહ્યા છે તેવુ આમ જનતામાંથી સાંભળવા મળી રહ્યું હતું. જાેકે જ્યારે આગ લાગવાના બનાવો બનતા હોય છે ત્યારે ટાઈમ સર સરકારી તંત્રની કોઇ પણ સેવા ન મળતી હોવાની લોકોમાં ચર્ચાઓ થઈ રહી હતી. અગાઉ પણ ગામમા ત્રણથી ચાર જગ્યાએ આગ લાગવાના બનાવો બની ચૂક્યા છે જેને ધ્યાનમાં રાખીને નજીકમાં ફાયરસેફ્ટી મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવા લોકોની માંગ થઇ રહી છે.

Download Our B K News Today App



Related News