ડીસા બનાસનદી પુલ પર અકસ્માત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-04 11:34:39
  • Views : 1044
  • Modified Date : 2020-03-04 11:34:39

ડીસા બનાસનદી પુલ પર ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા છ લોકોને ઈજાઓ થઈ હતી. આ અકસ્માત સર્જાતા લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈને રહેવું પડયું હતું.
બનાસકાંઠા જિલ્લા સહિત આજુબાજુના ગામોમાં વધતા જતા અકસ્માતના બનાવોથી લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. છેલ્લાં એક મહિનામાં બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં નાના મોટા અકસ્માત સર્જાયા છે. જેમાં અત્યાર સુધી અનેક લોકો ઘવાયા છે અને અનેક લોકોને
 પોતાની માસુમ જિંદગી ખોવાનો વારો આવ્યો છે. ત્યારે રોજબરોજ વધતા જતા અકસ્માતમાં  વધુ એક અકસ્માત ડીસા બનાસનદી પુલ પર બન્યો હતો. બનાસનદી પુલ પર આર.ટી.ઓ. ચાર રસ્તા તરફથી બટાટા ભરીને આવી રહેલ ટ્રેક્ટર બનાસનદી પુલ
પર આવતા પલ્ટી  જવા પામ્યું હતું. જ્યાં પાછળ આવી રહેલ પાણીના ટેન્કરે તેને વધુ ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર છ લોકોને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી. જેમને તાત્કાલિક સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ બનાસનદી પુલ પર અકસ્માત સર્જાતા એક સાઈડથી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે આર.ટી.ઓ. ચાર રસ્તા તરફથી આવી રહેલા વાહનચાલકોને પોતાના સાધનો ઉભા રાખવાની ફરજ પડી હતી. જેના કારણે થોડીવાર જ ટ્રાફિકજામ થઈ જવા પામ્યું હતું.  વાહન ચાલકોને કલાકો સુધી ફસાઈને રહેવું પડયું હતું. મોડે મોડે ડીસા તાલુકા પોલીસ અને ટ્રાફિક પોલીસે અકસ્માત થયેલ ટ્રેક્ટરને હટાવી અને ટ્રાફિક હટાવતા લોકોએ કલાકો બાદ ટ્રાફિકમાંથી મુક્તિ મેળવી હતી.

Download Our B K News Today App



Related News