બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-16 11:14:17
  • Views : 692
  • Modified Date : 2019-06-16 11:19:22

વાયુ વાવાઝોડુ પુનઃ કચ્છ તરફ પરત ફરતાં કચ્છ ઉપર ખતરો મંડાયો છે. જેની અસરના પગલે બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જ્યાં શનિવારે સરહદીપંથકમાં વરસાદ પડ્‌યો હતો. જ્યારે પાલનપુરમાં તેજ પવન સાથે વરસાદી છાંટા પડ્‌યા હતા. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.પાલનપુર ઃ વાયુ વાવાઝોડુ ગુજરાતના સૌરાષ્ટ્ર ઉપર ત્રાટકવાનું હતું. જોકે, તેની દિશા ફરતાં સંકટ ટળ્યું હતુ. જોકે, વાવાઝોડાએ પુનઃ યુ ટર્ન લીધો છે. જે હવે કચ્છ ઉપર ત્રાટકે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે તેની અસર બનાસકાંઠા જિલ્લામાં થવા પામી છે. જિલ્લાના સરહદીપંથક ઢીમા, વાવ, સૂઇગામમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ધોધમાર વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જ્યાં સૂઇગામપંથકમાં ૧૩ મી.મી. વરસાદ નોંધાયો હતો. વાવ અને ઢીમાપંથકમાં પણ ધોધમાર વરસાદ પડતાં ઠેર- ઠેર પાણી ભરાયા હતા. સરહદીપંથકમાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. લોકોએ અસહ્ય ગરમીથી રાહત અનુભવી હતી. જ્યારે જિલ્લાના પૂર્વપંથકમાં પણ વાતાવરણ પલટાયું હતુ. પાલનપુરમાં બપોરે તેજ પવન સાથે વરસાદી છાંટા પડ્‌યા હતા.થરાદ ઃ થરાદ ખાતે બપોરના ૩ વાગે પનવ સાથે ધોધમાર  વરસાદ ચાલુ થયો હતો. જેમાં પવન  સાથેના વરસાદમાં બંધાયેલા મંડપ અને પતરાંના સેડ ઉડી જવા પામ્યા હતા. તેમજ થરાદમાં ગૌ માતા અર્થે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વરસાદના કારણે ખલેલ પહોંચી શકે તેમ છે. થરાદ તાલુકાના ખેડૂતોની બાજરીનો ઉભેલો પાક પણ આડો પડી પામ્યો હતો. તેમજ ભારે વરસાદના કારણે પશુઓમાં ફણ અફડા તફડી મચી હતી.દિયોદર ઃ સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ  વચ્ચે ગરમીનો પારો  એકદમ ૪૪ થી ધડામ કરતો ૨૬ ડીગ્રી સુધી આજે ગગડયો છે અને કચ્છ સહિતના   દરિયાકિનારેના વિસ્તારોમાં વાયુ વાવઝોડા અને વરસાદના વાવડ છે. ત્યારે ગતરોજ બનાસકાંઠાના દિયોદર સહિતમાં પવન સાથે  સાંજ ના ૪ વાગ્યાના ટાઈમે વરસાદ પાડવા માંડયો હતો. ખેતરોમાં જુવાર, બાજરીના પાકની વાઢણી અને લલણીનું કામ ચાલી રહ્યું છે ત્યારે પવન સાથે નો વરસાદ નુખશાન નોતરે તો નવાઈ નહીં. જ્યારે ત્રણ દિવસ પહેલા રાત્રીના સુમારે પવન સાથે વરસાદ પડયો હતો. અને ગતરોજ ફરીથી વરસાદી ચોમાસું પ્રારંભ દિયોદર સહિત તાલુકાના  ગામોમાં વરસાદે એન્ટ્રી કરી છે. ત્યારે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અને મેઘરાજાનું  આગમન અઠવાડિયા પૂરતું ઠેલાયુ  હોત તો સારું. ઢીમા ઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા સહિત પંથકમાં મોડી સાંજે ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદી માહોલ સર્જાયો હતો. ત્યારે ગરમીમાં રાહત થઈ હતી. તો વળી વરસાદી માહોલનાં પગલે ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી.


Download Our B K News Today App



Related News