બનાસકાંઠામાં છેલ્લાં ૨૪ કલાકમાં સુઈગામ પાંચ, ભાભર અઢી ઇંચ વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-12 12:34:48
  • Views : 569
  • Modified Date : 2019-08-12 12:37:04

પાલનપુરબનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી વચ્ચે રવિવારે સાંજે પુરા થતાં ચોવીસ કલાસ દરમિયાન સુઈગામમાં પાંચ ઇંચ જ્યારે ભાભરમાં અઢી ઇંચ વરસાદ પડ્‌યો હતો. જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં દિવસભર હળવાથી ભારે ઝાપટા પડયા હતા.બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. જોકે, જિલ્લાના પૂર્વ વિસ્તારમાં આવેલા પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, દાંતીવાડાપંથકમાં જોઈએ તેવો ધોધમાર વરસાદ થયો નથી. પરિણામે આ વિસ્તારની ઉમરદશી, ઉકાંચલી, સરસ્વતી સહિતની નદીઓ કોરી ધોકાર રહી છે. નાળા તળાવોમાં પણ પાણી આવ્યા નથી. આવી સ્થિતિમાં રવિવારે સાંજે પુરા થતાં ચોવીસ કલાસ દરમિયાન સુઈગામમાં પાંચ ઇંચ જ્યારે ભાભરમાં અઢી ઇંચ વરસાદ પડ્‌યો હતો. જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં દિવસભર હળવાથી ભારે ઝાપટા પડ્‌યા હતા. પાલનપુરમાં રવિવારે દિવસ દરમિયાન થોડાક સમય માટે આકાશ ચોખ્ખું થતાં સૂર્ય નારાયણના દર્શન થયા હતા. તો સાંજના સુમારે પુનઃ આકાશમાં વાદળો ચઢી આવ્યા હતા. અને સમયાંતરે હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્‌યા હતા.

૨૪ કલાકમાં નોંધાયેલો વરસાદ

અમીરગઢ ઃ ૨૦

ભાભર ઃ ૬૦

દાંતા ઃ ૦૯

દાંતીવાડા ઃ ૧૫

ડીસા ઃ ૧૩

દિયોદર ઃ ૧૨

ધાનેરા ઃ ૧૦

કાંકરેજ ઃ ૦૬

લાખણી ઃ ૧૪

પાલનપુર ઃ ૧૩

સુઈગામ ઃ ૧૨૭

થરાદ ઃ ૧૭

વડગામ ઃ ૧૧

વાવ ઃ ૦૬ 


Download Our B K News Today App



Related News