બનાસકાંઠામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ હવે મોતની કેનાલ બની ગઈ હોય તેમ લગી રહ્યું છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-29 11:42:55
  • Views : 681
  • Modified Date : 2019-06-29 11:42:55

બનાસકાંઠામાં ખેડૂતો અને પશુપાલકોની જીવાદોરી માટે બનાવવામાં આવેલી નર્મદાની મુખ્ય કેનાલ નો લોકો પાણી માટે ઓછો અને આત્મહત્યા કરવા માટે વધુ ઉપયોગ કરતા હોવાનું લાગી રહ્યું છે, જેમાં કોઈ એવો મહિનો ભાગ્યેજ પસાર થતો હશે કે તે મહિનામાં લોકો કેનાલ માં પડી આત્મહત્યા ના કરતા હોય. આજે પણ થરાદ પાસે કેનાલમાંથી વધુ ચાર લાશો મળી આવી હતી નર્મદાની મુખ્ય કેનાલમાં આજે બપોરના સમયે તરતી ચાર લાશો જોવા મળતા સ્થાનિક લોકોએ તાત્કાલિક નગરપાલિકા અને પોલીસ મથકે જાણ કરી હતી ,બનાવના પગલે સુલતાન મીર સહિત સ્થાનિક તરવૈયાઓ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી કેનાલમાં કૂદી પડી હતી અને ચારેય લાશને બહાર કાઢી હતી જોકે મહિલા ના હાથ માં પહેરેલા કડલા પર કોરાજી કાનાજી ઠાકોર લખેલુ જોવા મળતાં આ ચારેય લાશો ઠાકોર સમાજની હોવાનું અનુમાન છે , બનાવના પગલે થરાદ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતકોની લાશને પીએમ માટે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડી તેના વાલીવારસોની શોધખોળ હાથ ધરી હતી.ઉલ્લેખનીય છે કે થરાદ પાસે કેનાલમાં એક મહિનાની અંદર જ 10 થી વધુલોકોએ આત્મહત્યા કરી છે ત્યારે લોકોની સુખાકારી માટે બનાવેલી આ કેનાલ મોતની કેનાલ સાબિત થઈ રહી છે

Download Our B K News Today App



Related News