બનાસકાંઠાની સરહદી વિસ્તારની કુંડાળીયા માઇનોર કેનાલોમાં 120 ફૂટનું ગાબડું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-16 18:22:03
  • Views : 541
  • Modified Date : 2019-11-16 18:26:50

જોકે વાત કરીએ વાવ તાલુકાની તો ખેડૂતો ઉપર આભ તોળાઈ રહ્યું છે. એક તરફ કુદરત રુઠયો છે અને બીજીતરફ કેનાલના કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી ગુણવતાની કામગીરીના કારણે વારંવાર કેનાલો તૂટી રહી છે. જેથી ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.જોકે મધમધ માખા ખાઈ ગયા અને ભોગવવાનું ખેડૂતોને આવ્યું એવો ઘાટ ઘડાયો છે. આજે કુદરત અને સરકાર સામે જગતનો તાત લાચાર દેખાઈ રહ્યો છે પોતાની વેદના કોને કહે જ્યારે આજ ખેડૂતની વાત કરીએ તો જ્યારે વરસાદને લીધે મસમોટું નુકસાન આવ્યું છે અને શિયાળુ સીઝનની આશાએ વાવેતર ફરીથી ચાલુ કર્યું છે તો કેનાલો તૂટવાનું પણ શરૂ થઈ ગયું છે જ્યારે ખેડૂતના સપનાં ચકનાચૂર થતા દેખાઈ રહયા છે ત્યારે જાડી ચાબડીના કોન્ટ્રાક્ટરો કે કર્મચારીઓનુ પેટમાંથી પાણી પણ ડગતું નથી.જેમાં કેનાલની અંદર અવાર નવાર ગાબડા પડી રહ્યા છે. તેમાં જ્યારે અમારી મીડિયાની ટીમે સરવે કરતા જાણવા મળ્યું છે કે અડતાલીસ કલાકમાં  ચાર માઈનોર કેનાલમાં ગાબડા પડ્યા છે.જેમાં પ્રતાપપુરા નજીકમાં 20 ફૂટનું ગાબડું દૈયપમાં પણ 12 ફૂટનું જ્યારે અને રાઘનેસડામાં મોટું ગાબડું જ્યારે કારેલી માઇનોરમાં ૫૦  ફૂટનું ગાબડું શું વાત કરવી કેનાલની પાણી છૂટતાની સાથે જ ગાબડા  જ્યારે ઉભા પાકમાં પાણી ફરી વળ્યું હોય ત્યારે તે ખેડૂતની વેદના શું હશે. જ્યારે કારેલી માઇનોરમાં 50 ફૂટનું ગાબડું પડ્યું હતું અને પાંચ એકરમાં ગવારના પાકને પાણીએ રેલમછેલ કરી નાખ્યો હતો.જેમાં ખેડૂતે અધિકારીને કેનાલ તૂટી છે તેની જાણ કરવા છતાં અધિકારીએ બીજે દિવસે તપાસ કરી હતી કેટલી હદની બેદરકારી કહેવાય આ જ્યારે કુંડાળીયા ગામે ખેડૂતના ખેતની જમીનમાં નાળા નાખેલા છે જેમાં પણ કોન્ટ્રાકટરની બેદરકારીને લીધે સાંધામાંથી લિકેજ થાય છે જેની પણ ખેડૂતે કોન્ટ્રાકટરને જાણ કરવા છતાં કોઈ નિવાડો આવતો નથી. જેથી હવે આવા કોન્ટ્રાક્ટરો સામે સરકાર લાલ આંખ કરે તો જ ખેડૂતની વેદના અધિકારીઓ સમજી શકશે નહી તો સિલસિલો યથાવત છે  

Download Our B K News Today App



Related News