બનાસકાંઠામાં સરહદી વિસ્તારોમાં ફરી એકવાર તીડ ના ઝુંડો એ આક્રમણ કરતાં ખેડૂતો ભયભીત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-10 15:51:56
  • Views : 600
  • Modified Date : 2020-06-10 15:51:56

બનાસકાંઠા માટે તીડના ઝુંડોએ ઓનલાઈન પાસ કઢાવ્યો હોય તેમ લાગી રહ્યું છે અને એક જ વર્ષમાં એક બે વાર નહિ પરંતુ પાંચમી વારના તીડના ઝુંડોએ આક્રમણ કર્યું છે. સરહદી વિસ્તારના ખેડૂતો આમેય કમોસમી માવઠુ અને કોરોનાની સમસ્યાથી પીડાતા હતા તેવામાં ફરી એકવાર તીડના ઝુંડોએ આક્રમણ કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે છેલ્લા એક જ વર્ષમાં પાકિસ્તાનથી આવેલા તીડના ઝુંડનોએ પાંચમી વાર બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ધામા નાખ્યા છે વાવના એટા ગામે, સુઇગામના રડકા અને ભાભર તાલુકાના ચાતરા ,રૂની સહિત સાત જેટલા ગામમાં આક્રમણ કરતા ખેડૂતોએ તીડ ને ભગાડવા દેશી નુસખા અપનાવી રહ્યા છે. જે ગામમાં તીડ આવ્યા છે ત્યાં તીડને ભગાડવા માટે સ્થાનિક ગામ લોકો અને ખેડુતો થાળી વગાડી ,ધુમાડો કરીને કે ઢોલ વગાડીને તીડને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, પાકિસ્તાન તીડને કંટ્રોલ કરવામાં નિષ્ફળ નિવડતા તીડના ઝુંડ રાજસ્થાનમાં પ્રવેશતા હોય છે અને ત્યાંથી પવનની દિશા બદલાતાં આ ઝુંડ બનાસકાંઠાના સરહદી વિસ્તારો તરફ વળ્યા છે ત્યારે જિલ્લા ખેતીવાડી વિભાગ અને તીડ નિયંત્રણ વિભાગની ટીમો પણ દવાઓનો છંટકાવ કરી તીડને ભગાડવા માટે પ્રયાસ કરી રહી છે,જ્યારે બીજી બાજુ  આજે દિયોદર પંથકમાં તીડનું આક્રમણ થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.દિયોદરના નોખા,દેલવાડા,કોટડા,વડીયા  જેવા અનેક ગામોમાં એક કિલોમીટરના ઘેરાવામાં તીડનું આક્રમણ થયું છે. જ્યારે ભીલડી પંથકમાં તિડનું આગમન થતાં ખેડૂતોમાં ચિંતા માહોલ છવાયો છે,ભીલડી નજીક પાલડી, રામવાસ વિસ્તારમાં તીડ આવી પહોંચ્યા છે ત્યારે તંત્ર પણ તીડને કાબૂ કરવામાં નિષ્ફળ રહ્યું છે. જો કે આ તીડ રૂપી આકાશી આફતથી જિલ્લાવાસીઓને કાયમી છુટકારો ક્યારે મળશે તે જોવું રહ્યું.

Download Our B K News Today App



Related News