નર્મદાનું પાણી છોડવા બનાસકાંઠા જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-11 17:10:26
  • Views : 522
  • Modified Date : 2020-06-11 17:10:26


નર્મદાનું પાણી છોડવા બનાસકાંઠા જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું 

વડગામ તાલુકામાં સીંચાઈની બાબતમાં એકમાત્ર ડેમ એટલે મુકતેશ્વર ડેમ (મુકતેશ્વર સીંચાઈ યોજના) જેનું જેનું નિર્માણ વર્ષ ૧૯૮૦-૮૧ માં વડગામ તાલુકામાંથી પસાર થતી સરસ્વતી નદી ઉપર 

મોકેશ્વર (મુકતેશ્વર) ગામ નજીક તેમજ તેની આજુબાજુ આવેલ ગામોમાંથી સીંચાઈની યોજના હેતુસર જમીનનું 

સંપાદન કરી મુકતેશ્વર ડેમનું નિર્માણ કરવામાં આવ્યું. આ સીંચાઈ યોજનાના માધ્યમથી વડગામ તાલુકાના રર ગામો ખેરાલુ તાલુકાના ૭ ગામો અને સિધ્ધપુર તાલુકાના ૧ ગામને સીંચાઈ માટે પાણી પુરૂ 

પાડવાની યોજના હતી. પરંતુ આ જળાશય બંધાયા બાદ આજદિન સુધી કોઈ કારણસર તેનો લાભ વડગામના ખેડૂતોને તેમજ વડગામ તાલુકાના લોકોને મળેલ નથી. અથવા તો 

રાજકારણીના ભોગે વડગામ તાલુકામાં સીંચાઈ યોજના હોવા છતાં પાણી વગર ટળવળે છે. તેજ રીતે વડગામ તાલુકાના જલોત્રા ગામની નજીક કરમાવાદ તળાવ આવેલ છે. જે આશરે ૬૦૦ એકરમાં ફેલાયેલ છે અને તે તળાવ પણ પાણી વિના ટળવળે છે. જો કરમાવાદ તળામાં મુકતેશ્વરથી પંપીગ દ્વારા પાણી નાખવામાં આવે તો વડગામ તાલુકાને તેમજ 

પાલનપુર તાલુકાને ખુબજ ફાયદો થાય તેમ છે. આ બન્ને તાલુકાઓના ભુર્ગભ જળ ઉચા આવે જેથી જે પણ ખેડૂતોના બોર ફેલ થયેલ છે એ ફરી ચાલુ થઈ શકે. તેમજ કરમાવાદ તળાવને જો સીંચાઈ યોજના માટે ઉપયોગ કરવામાં આવે તો જલોત્રા તથા તેની આજુબાજુ આવેલ લગભગ ૧૦૦ ગામોને સીંચાઈનું પાણી મળી રહે. તેજ રીતે બળાસર તળાવ ફતેગઢ, એદ્રાણા અને પસવાદળની સીમમાં આવેલ છે. આ બે તળાવો ભરવામાં આવે તો આખા તાલુકાને તેમજ સીંચાઈના પાણીનો ખુબજ ફાયદો થાય અને વડગામ તાલુકામાં ખરેખર હરીયાળી ક્રાંતિ થાય. આથી બન્ને લોક પ્રતિનિધીઓ ધારાસભ્ય વડગામ અને સંસદ સભ્ય 

પાટણનાઓને જણાવવાનું કે વડગામ તાલુકાને સીંચાઈનો કાયમી પ્રશ્ન હલ કરવા માટે મુકતેશ્વર ડેમ, કરમાવાદ તળાવ અને બળાસર તળાવમાં નર્મદાનું પાણી નાખવા (લાવવા) માં આવે. જો આ બાબતે યોગ્ય કાર્યવાહી નહી થાય તો આગળ વડગામની પ્રજા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે. જેનાથી ઉદભવતા તમામ પ્રકારની અસુવિધાઓ માટે 

આપ જવાબદાર રહેશો. આપને ખાસ જણાવવાનું કે આ પહેલું અને છેલ્લે આખરી આવેદનપત્ર છે તો સત્વરે આ આવેદન ઉપર ઘટતું કરી શકાય તેટલું ઝડપી યોગ્ય કાર્યવાહી ચાલુ કરાવવા તમામ તાલુકાના પ્રજાજનોની માંગ છે.


Download Our B K News Today App



Related News