બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, આપ્યું રેડ એલર્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-11 18:08:27
  • Views : 3476
  • Modified Date : 2019-08-11 18:08:27

રાજ્યનાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા જેવા વિસ્તોરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાતં ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જામનગર, કચ્છ વિસ્તારોમાં અને અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદમાં પણ ભારે વરસાદ પડી શકે છે. દિરિયાઈ વિસ્તારોમાં માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. છેલ્લા 48 કલાકમાં નર્મદા, મહિસાગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ વગેરે જગ્યાએ પણ વરસાદ પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 8 કલાકમાં રાજ્યનાં 200 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં મોરબી અને ટંકારામાં સૌથી વધું 10-10 ઇંચ, ધાંગધ્રામાં 8 ઇંચ, કાલાવડમાં સાડા સાત ઇંચ, લોધિકા અને માળિયા-મિયાણામાં 7 ઇંચ, રાધનપુર, પડધરી અને રાજકોટમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે. તો રાજ્યનાં 51 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

Download Our B K News Today App



Related News