સમગ્ર વિશ્વમાં ભારતને પ્રદૂષણ મુક્ત બનાવવા જુના વાહનો પર પ્રતિબંધ કેન્દ્ર સરકારની યોજના સામે બનાસકાંઠામાં વાહન ચાલકોનો વિરોધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-28 11:58:03
  • Views : 549
  • Modified Date : 2021-03-28 11:58:03

સમગ્ર વિશ્વ આજે સૌથી મોટી સમસ્યાનો સામનો કરતો હોય તો તે છે પ્રદૂષણની સમસ્યા. તેના માટે આજે દરેક દેશમાં વિવિધ યોજનાઓ બનાવવામાં આવી છે ત્યારે ભારત દેશમાં પણ હાલમાં મોટી મોટી કંપનીઓ અને ઉદ્યોગોમાંથી નીકળતા ધુમાડાના કારણે પ્રદૂષણમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ જૂના વાહનોના કારણે પણ તેમાંથી વધારે પડતા નીકળતા ધુમાડાના કારણે પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આવા સમયે પ્રદૂષણને અટકાવવા માટે
 તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૧/૨૨ ના બજેટમાં જુના વાહનો પર પ્રતિબંધ મુકવા માટેનો નિયમ બનાવવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં જ આ નિયમ સમગ્ર ભારતભરમાં લાગુ કરવામાં આવશે જેના કારણે આવનારા સમયમાં દેશને પ્રદૂષણ મુક્ત કરી શકાશે. જિલ્લામાં પણ બે લાખ કરતાં વધુ જુના વાહનો છે અને આ વાહનોના કારણે હાલમાં પ્રદૂષણની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આવનારા સમયમાં સરકાર દ્વારા ૧૫ વર્ષથી જુના સાધનો
પર પ્રતિબંધ મૂકવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં પણ આ તમામ સાધનો પર પ્રતિબંધ મુકવામાં આવશે.
તાજેતરમાં જ કેન્દ્ર સરકારના કેન્દ્રીય માર્ગ
પરિવહન અને રાજમાર્ગ દ્વારા વિહિકલ સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરવામાં આવી છે. આ નીતિ મુજબ જૂની ગાડીઓને સ્ક્રેપ કરવા બદલ વાહન માલિકને વિવિધ લાભો
આપવામાં આવશે. જેના કારણે આવનારા સમયમાં વાહન ચાલકોને ફાયદો થઈ શકે તેમ છે. ભારતમાં વિહિકલ સ્ક્રેપ
પોલિસીની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી. જેના કારણે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા જે વિહિકલ સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરવામાં આવી છે તે અંતર્ગત ૧૫ વર્ષ જૂનાં કૉમર્સિયલ વાહનો અને ૨૦ વર્ષ જૂનાં ખાનગી વાહનોનું જાે ફિટનેસ સર્ટિફિકેટ નહીં હોય તો આવા વાહનોનું રજિસ્ટ્રેશન આપોઆપ રદ થઈ જશે. જાે જૂનાં વાહનો માટે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ લેવું હશે તો વાહન માલિકને મોટી રકમ ચૂકવવી
પડશે. પરંતુ આ યોજના આવવાથી આગામી સમયમાં વાહનચાલકોને ચોકકસથી ફાયદો થઈ શકે તેમ છે. આ બજેટ અંતર્ગત જૂની ગાડીઓને સ્ક્રેપ કરવાથી પ્રદૂષણમાં ઘટાડો થશે, નવા રોજગારીનું સર્જન થશે અને નવા વાહનો માટે માગ ઊભી થશે જેના કારણે આવનારા સમયમાં અનેક લોકોને રોજગારી પણ મળી શકે તેમ છે. જાે કેન્દ્રીય પરિવહન મંત્રાલય તેને અંતિમ સ્વરૂપ આપે તો આ સિસ્ટમ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. મંજૂરી બાદ નવા નિયમો તમામ સરકારી વાહનો માટે લાગુ થશે. આમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર, કેન્દ્રશાસિત પ્રદેશો, પીએસયુએસ, નગરપાલિકાઓ અને તમામ સ્વાયત્ત સંસ્થાઓના વાહનો શામેલ છે. જે પછી સરકારી વિભાગો ૧ એપ્રિલ, ૨૦૨૨ થી ૧૫ વર્ષથી વધુ જૂના વાહનોના રજિસ્ટ્રેશનનું નવીકરણ કરી શકશે નહીં. મંત્રાલયે ૧૨ માર્ચના રોજ નિયમોના ડ્રાફ્ટ અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું.  આ અંગે ૩૦ દિવસમાં હોદ્દેદારોની ટિપ્પણીઓ, વાંધા અને સૂચનો આમંત્રિત કરાયા છે. આ પહેલા ૧ ફેબ્રુઆરીના રોજ રજૂ કરાયેલા સામાન્ય બજેટમાં સરકારે વાહન કબાડ
 પોલિસી જાહેર કરી હતી. આ અંતર્ગત ૨૦ વર્ષ ખાનગી વાહનો અને ૧૫ વર્ષના
વ્યાપારી વાહનો પછી ફિટનેસ પરીક્ષણ કરાવવું જરૂરી છે. આ પરીક્ષા પાસ નહીં કરનારા વાહન ચલાવવા માટે ભારે દંડ ફટકારવામાં આવશે. તેમજ આવા વાહનો જપ્ત કરવામાં આવશે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આ યોજનાનો વાહનચાલકો વિરોધ કરી રહ્યા છે.


ગરીબ લોકોની રોજીરોટી છીનવાઇ જશે
સરકાર દ્વારા જે યોજના બહાર પાડવામાં આવી છે તે યોજના માત્ર અમીર લોકો માટે જ બનાવવામાં આવી છે. કેમ કે આ યોજના જાે બહાર પાડવામાં આવશે તો ગરીબ લોકોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવશે. કેમકે ૧૫ વર્ષથી જુના વાહનો માત્ર ગરીબ પ્રજા પાસે જ છે અને જેના કારણે સરકાર દ્વારા જાે આ નિયમ ગરીબ લોકો પાસેથી આ સાધનો બંધ કરાવવામાં આવશે તો ગરીબ લોકોની રોજીરોટી છીનવાઇ જશે. ત્યારે સરકાર તાત્કાલિક ધોરણે આ નિયમ હટાવે તેવી બનાસકાંઠા જિલ્લાના લોકોની માંગ છે.
- અતુલ પટેલ અને સુરેશ ત્રિવેદી (વાહનચાલક,ડીસા)  

 અમારા અધિકારીઓ દ્વારા કઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે
આ અંગે હજુ સુધી અમને કોઈ જ માહિતી મળી નથી અને આ અંગે અમે મીડિયા સમક્ષ કંઈ પણ કહેવા તૈયાર નથી. અમારા અધિકારીઓ દ્વારા અમને આ બાબતે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો છે. પરંતુ  બનાસકાંઠા જિલ્લામાં ૧૫ વર્ષથી જુના ખાનગી અને સરકારી વાહનો બે લાખ જેટલા છે અને આવનારા સમયમાં જાે સરકાર દ્વારા આ નિયમ લાગુ કરવામાં આવશે તો ચોક્કસથી સરકારના નિયમ પ્રમાણે કામ કરવામાં આવશે.
- ડી.એસ.પટેલ (આરટીઓ ઓફિસર)

Download Our B K News Today App



Related News